આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરત સોલંકી અને ભાજપનાં ઉદ્યોગપતિ મિતેષ પટેલ વચ્ચે જંગ જામશે. દિલીપ પટેલની ભાજપે ટિકિટ કાપી છે. તેમના સ્થાને ઉદ્યોગપતિ અને લક્ષ્મી તુવેરદાળ બ્રાંડ બનાવતી લક્ષ્મી પ્રોટીન પ્રોડક્ટસ લી. કંપનીની મલિક મિતેષ પટેલ છે. પટેલ શનાભાઈ ધીરૂભાઈ કંપનાના પાર્ટનર છે. દિવ્ય કિરણ એગ્રોમાં સીએમડી છે. તેઓ આણંદ ભાજપના ખજાનચી છે. મિતેષ આજ સુધી એક પણ ચૂંટણી લડવાનો અનુભવ ધરાવતાં નથી. તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે. ચારૂતર આરોગ્ય મંડળમાં ટ્રસ્ટી, પલ્સ મેન્યુ ફેક્ચરીંગ સંગઠનના ગુજરાતના પ્રતિનિધિ છે. અનેક વ્યાપારી સંગઠનો સાથે જોડાયેલા છે. ભાજપના વેપાર ઉદ્યોગના મધ્ય ગુજરાતના કન્વીનર છે. કેન્દ્ર સરકારે તેમને કેટલીક વ્યાપારી સંસ્થાઓમાં નિયુક્ત કર્યા છે.
આણંદ બેઠક ગુજરાત અને કેન્દ્રનાં રાજકારણમાં ખુબજ મહત્વની છે. અહીં જે ચૂંટાય છે તેની કેન્દ્રમાં સરકાર બને છે એવું આજ સુધી થતું આવ્યું છે.
1977માં નટુભાઈ મણીભાઈ પટેલ જનતાદળમાંથી જીત્યા હતા અને ત્યારે કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર સત્તા સ્થાને આવી હતી.
વર્ષ 1999માં આ બેઠક પર ભાજપનાં દિપક સાથી જીત્યા અને અટલ બિહારી વાજપાઈની સરકાર રચાઈ હતી.
2004 અને 2009માં વખત ભરત સોલંકી આ બેઠક પરથી ચૂંટાયા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસની ગઠબંધન સરકાર રચાઈ હતી.
2014માં આ બેઠક પર ભાજપનાં દિલીપ પટેલ જીત્યા હતા અને કેન્દ્રમાં ભાજપની સરકાર રચાઈ હતી.
આણંદ બેઠક પર પીઠ કોંગી અને સ્વાતંત્ર્ય સેનાની અને માધસિંહ સોલંકીના સંબંધી ઇશ્વરભાઇ ચાવડા સતત ચુંટણી જીતતા હતા. 1989માં રામ મંદિરનાં પ્રચંડ વેવમાં તેઓ ભાજપનાં નટુભાઇ પટેલ સામે 1999માં ચુંટણીમાં હાર્યા હતા.
આણંદ લોકસભા બેઠક પર છેલ્લા પાંચ વર્ષમા 1.79 લાખ મતદારોનો વધારો થતા હાલ 16.52 લાખ મતદારો નોંધાયા છે. વિધાસભામા ક્ષત્રિય, પટેલ, સહિત ઇતર જ્ઞાતિનાં મતદારો વધુ છે.
આ બેઠક પર ત્રણ વખત પાટીદાર નેતાઓ વિજય બન્યા છે. 13 વખત ક્ષત્રિય જ્ઞાતિનાં ઉમેદવારો વિજય બન્યા છે.
આણંદ લોકસભા બેઠકમાં આવતી 7 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો કોંગ્રેસના છે.
આણંદ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે. 8માંથી 6 તાલુકા પંચાયત પણ કોંગ્રેસ પાસે છે.