કેવડિયા ખાતે રેલી કાઢીને 10 પડતર માંગણી કરવામાં આવી છે. (૧) પુનઃ વસવાટ નહી, વિકાસના ભાગીદાર બનાવો. (૨) પડતર જમીનો મુળ ખેડૂતના વારસદારોને પરત મળે. (૩) પંચાયત રેડમાં જેના મકાનો છે તેને અલગ કુટુંબ ગણી પ્લોટ આપવા. (૪) રોડની બાજુથી ગામ તરફની જમીનો વારસદારોને પરત મળે. (૫) જે જમીનો ઉપર બાંધકામ થયું છે તેવી જમનોની સામે જમીન ખરીદી શકાય તેટલું વતળર જાહેર કરવું. (૬) ૧૯૬૧/૬૨માં સંપાદન થયેલ અને ત્યારબાદ સંપાદન થયેલ જમીનો પૈકી જે જમીનો નર્મદા નિગમે ઉપયોગમાં લીધી નથી. તેવી જમીનો- ક્ષેત્રફળ મુળ માલિકને કે વારસદારને પરત મળે. ( ૭) એફઆઇઆર પરત ખેંચવી (૮) ગામસભાના ઠરાવોનું ચૂસ્ત પણે પાલન કરવું, ઉલ્લંઘન કરનારા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવી. (૯) ૧૯/૧/૨૦૧૯ના રોજ આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારનારાઓ ઉપર કાયદેસરી કાર્યવાહી કરવી. (૧૦) જમીન ગુમાવનારા ખાતેદાર અથવા તેઓના વારસદારોએ હાલના પરિપત્ર મુજબ રોકડ રકમ લીધી હોય તેઓને રકમ ભરપાઇ કરવાનથી આ પેકેજનો લાભ મળવો જોઇએ.
Bottom ad