રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ તથા ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2018 સુધી પરંપરાગત આદિવાસી આહાર મેળો અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે યોજાનાર છે.
આ મેળામાં ઓર્ગેનીક ફૂડ બનાવટનું વેચાણ તથા પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારોમાં ઉત્પાદિત ખાદ્ય ચીજવસ્તુઓનો શહેરીજનોને આરોગવાનો મોકો મળે તથા આદિવાસી કલાકારીગરોને રોજગારની તક મળે તે હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.