12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હતી. મોટું જમીન કૌભાંડ થયું તે અંગે આજ સુધી ગુજરાતના ચોકીદાર વિજય રૂપાણીએ કોઈ જ પગલાં લીધા નથી.
400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા વાઇલ્ડ વુડ રીસોર્ટ બનાવવા માટે આ જમીન આપી હતી. અનાર પટેલના ભાગીદાર તરીકે દક્ષેશ શાહ હતા. રાજય સરકાર દ્વારા પાણીના ભાવે દક્ષેશ શાહને અપાઇ હતી.
25 ફેબ્રુઆરી 2016માં અમરેલીના ધારી પાસેની રૂ.180ની જંત્રી કિંમતવાળી જમીન કલેકટરે મુખ્યમંત્રીના પુત્રી અનાર પટેલના વ્યવસાયીક ભાગીદારને માત્ર રૂ.15ના ભાવે આપી હતી.
તેના સાથે જાહેર હીતની રિટમાં 9મી માર્ચ 2016 સુધીની મુદત આપી હતી. જમીનની નજીકની બીજી જમીન ગૌશાળા માટે આપવાની હતી, ત્યારે કલેકટરે તે જમીનની કિંમત રૂ.471 નક્કી કરી હતી, જ્યારે રિસોર્ટ માટે તે જમીન માત્ર રૂ.15ની કિંમતે આપવા નક્કી કર્યું હતું. રિસોર્ટમાં દારૂ, બિયર અને ડિસ્કોથેકની પણ પરવાનગી આપવામાં આવી હતી. એટલું નહીં પરંતુ ફોરેસ્ટથી માત્ર 1.5 કિ.મીના અંતરે હોવા છતાં તેને તમામ મંજૂરીઓ અપાયાનો પીઆઈએલમાં આક્ષેપ કરાયો હતો.
આરટીઆઇ એક્ટિવિસ્ટ સંગઠનના પ્રમુખ રઝાક બલોચે એડ્વોકેટ નિમેશ કાપડિયા મારફત હાઇકોર્ટ સમક્ષ કરેલી પીઆઈએલમાં એવી રજૂઆત કરી છે કે, બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલચર લેન્ડ એક્ટ પ્રમાણે ખેડૂત સિવાય કોઇ પણ કંપનીને એન.એ. કર્યા સિવાય જમીન ફાળવી શકાય. જો જમીન ફાળવી હોય તો પણ બે વર્ષમાં તેમણે ત્યાં બાંધકામ કરી દેવું ફરજિયાત છે. જોકે કંપનીને 2008માં જમીન ફાળવ્યા બાદ 2010 સુધી બાંધકામની કોઇ કામગીરી કરી હતી.
પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે કંપનીના ડાયરેક્ટર તરીકે દક્ષેશ શાહ અને ગૌરવ શાહ છે. તેમની સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અનાર પ્રોજેક્ટ લિ. જેવી કેટલીક કંપનીમાં ભાગીદાર છે. જેથી કેસમાં તત્કાલિક અસરથી નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવવામાં આવે, જિલ્લા કલેકટર, ફોરેસ્ટ ઓફિસર સહિતની અધિકારીઓએ જમીન ફાળવણી માટે કરેલી અરજીને ગેરકાયદે જાહેર કરી રદ્ કરાય. કેસમાં રાજ્ય સરકારે સમય આપવા માગ કરતા કોર્ટે વધુ સુનાવણી આગામી 9મી માર્ચ પર મુલતવી રાખી હતી.
ગુજરાત ટૂરિઝમ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે પત્ર લખી કંપનીને 5 વર્ષ માટે જમીન ડેવલપ કરવા આપી અને તેનો દર મહિને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જોકે તે બાદ કોઇ પ્રગતિ અંગે તપાસ કરાઇ નથી.
ધારીમાં જંત્રી કરતા ઓછી કિંમતે જમીન આપવા મુદ્દે હાઇકોર્ટમાં PIL
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગાદી છોડ્યાં પછી,નરેન્દ્ર મોદીના સૌથી નજદીકી મનાતા આનંદીબહેનને સાશનની ધુરા સોંપવામાં આવી. દરમિયાન,ઉભા થયેલા પાટીદાર આંદોલન અને ઓબીસી એકતા મંચના સરકાર વિરોધી પ્રદર્શનોના પરિણામે, આનંદીબહેનના જ પાર્ટીની ‘અંદર’ના વિરોધીને ‘દોડવું હતું ને ઢાળ મળી ગયો’. ચોતરફ આનંદીબહેન સરકારના ‘નબળા’વહીવટને ઉપસાવવામાં આવ્યો. અધૂરામાં પૂરું હોય તેમ,ગીર પંથકમાં જમીન મામલે , આનંદીબહેનની સમાજસેવી પુત્રી અનારના જમીન કૌભાંડ ના મામલે પણ ‘બહેન’ પર પસ્તાળ પડી. આ જ મુદ્દે કહેવાય છેકે, આનંદી બહેને ખુલાસો આપવા, પ્રધાનમંત્રી મોદી સુધી દોડવું પડ્યું હતું. જો કે, વિરોધીનો આરોપ એ પણ હતો કે, અનારના કહેવાતા જમીન કૌભાંડ દરમિયાન નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યમંત્રી હતા.વિરોધીઓ એ ( પૂર્વ) મુખ્યમંત્રી આનંદી બહેનને એ હદે વ્યથિત કરી મુક્યા કે, આનંદીબહેને, પોતાનું (ના ) રાજીનામુ ‘ફેસબૂક’ જેવી સોશિયલ સાઈટ પર ‘તરતું’ મૂકી દિલ્લીની ‘સલ્તનત’ને પણ હચમચાવી મૂકી હતી.
અનારના પાર્ટનરનું જમીન કૌભાંડ
6 ફેબ્રુઆરી 2016માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિશ્વપ્રસિદ્ધ ગીર અભ્યારણ્યમાં પુત્રી અનાર પટેલને સસ્તા દરે જમીન આપવાની વેતરણ કરી હોવાનો આક્ષેપ કરી કૉંગ્રેસે તેમનાં રાજીનામાંની માગણી કરી છે. આનંદીબહેન મહેસૂલ મંત્રી હતાં ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાટલા ગામે અનાર પટેલની સહભાગીદારીની વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી પ્રા. લિ.એ તબક્કાવાર 245.65 એકર જમીન મેળવ્યા પછી બાકીની સર્વે નંબર 25માંથી 176.77 એકર મળીને સવા સો કરોડની કિંમતની કુલ 245.62 એકર જમીન મેળવવાનું મની લોન્ડરિંગ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કર્યો હતો. દરમિયાનમાં કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ પણ નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીના આનંદીબહેનનાં રાજીનામાંની માગણી કરી હતી.