અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો.
પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો પગ લપસતાં તેમાં પડ્યો હતો. આ સમાચારને લઇને અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આજુબાજુના લોકોને ખબર પડતા લોકોએ દોડી આવી આ મુકેશને નખીમાંથી બહાર કાઢ્યો હતો. પરંતુ મુકેશના પેટમાં પાણી ભરાઇ જતાં તેને બચાવવા માટે પેટમાંથી પાણી બહાર નિકાળવાની કોશિષ કરી હતી.
આ ઘટનાની જાણ માઉન્ટ આબુ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોએ આ મુકેશને પોલીસની ગાડીમાં મૂકી ગ્લોબલ દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો.