આભડછેડ હિંદુ ધર્મનું કલંક, દલિતોએ ધર્મ પરિવર્તન કર્યું

ગુજરાતમાં અનુસુચિત જાતીના લોકો છૂત અછૂતની માનસિકતાથી કંટાળીને બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના બૌધિ બૌદ્ધ વિહારમમાં 12માં બૌદ્ધ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મહોત્સવમાં 20 જેટલા અનુસુચિત જાતીના લોકોને ધર્મ પરિવર્તન કરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સમાજના યોગ્ય માન સન્માન મળતું નથી અને તેઓને વારંવાર અપમાનિત કરવાના બનાવો બનતા હોવાના કારણે તેઓ સ્વમાનથી જીવી શકતા નથી. આવી ખરાબ સ્થિતી હોવા છતાં શંકરાચાર્ય, ધર્મના ઠેકેદારો, વિશ્વ હિન્દપ પરિષદ, ધર્મના રક્ષકો, RSS, બજરંગદળ જેવી સંસ્થાઓ હિંદુ સમાજની બદી દૂર કરીને તેમની સાથે સમાન વ્યવહાર રાખવામાં કેટલાંક સ્થળે ઉણા ઉતરી રહ્યાં છે. તેથી હિન્દુ સમાજ બદનામ થઈ રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં અનુસુચિત જાતીના લોકોના વરઘોડામાં બનેલી ઘટનાઓના કારણે લ્હોર અને ખંભીસર ગામમાંથી 300 લોકો ધર્મ પરિવર્તન કરવાના ફોર્મ લીધા છે. આવનારા દિવસોમાં બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, અત્યાર સુધીમાં 1,000 કરતા વધારે લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે.

નાતજાતના ભેદભાવ સામે આવી રહ્યા છે, ગુજરાતના કેટલાક ગામડાઓમાં રહેતા લોકોની માનસિકતા અત્યારના યુગમાં પણ એવી છે કે, તેઓ છૂત અછૂતમાં વિશ્વાસ કરે છે, જેના કારણે કેટલાક ગામડાઓમાં તો અનુસુચિત જાતીના લોકોને ગામના મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો. લોકો પોતના ઘરના વાસણમાં અનુસુચિત જાતીના જમવાનું નથી આપતા અને કેટલીક જગ્યા પર તો પાણી પણ અલગ જગ્યાથી ભરવાનું કહેવામાં આવે છે.

થોડા દિવસો પહેલા એવા પણ કીસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા કે, ગામડાઓમાં અનુસુચિત જાતીના લોકોને વરઘોડો કાઢતા પણ અટકાવ્યા હતા, એક ગામમાં અનુસુચિત જાતીના લોકોએ વરઘોડો કાઢ્યો તો ગામના લોકોએ તેમનો બહિષ્કાર કરવાનું નક્કી કરી લીધુ અને ત્યારબાદ બીજા ગામમાં અનુસુચિત જાતીના લોકોએ વરઘોડો કાઢ્યો તો ગામના લોકોએ પથ્થર મારો કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પોલીસ પ્રોટેક્શનની સાથે બીજા દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો હતો

આ અગાઉ 432 વ્યક્તિઓને સુરત જિલ્લા કલેકટર દ્વારા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હોવાનાં પ્રમાણપત્રો આપશે. છેલ્લા 5 વર્ષથી ધર્મ પરિવર્તન માટે સુરતના 500 લોકોએ હિન્દુ ધર્મ અંગીકાર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી માગી હતી. ગુજરાતમાં આ પ્રકારની મોટી સામૂહિક ધર્મ પરિવર્તન કરી બોદ્ધ ધર્મ અંગીકાર કરવાની મંજૂરી આપવા અંગેનો સુરતમાં સૌપ્રથમ કિસ્સો છે.

2017માં વડોદરામાં લગભગ 100 હિન્દુઓએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો હતો. પોરબંદરનાં બૌદ્ધ ધર્મગુરુઓ દ્વારા વડોગરાના 100 લોકોને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. હિંદુ ધર્મમાં સમાજમાં તેમની સાથે અન્યાય થઈ રહ્યો હતો. એજ કારણથી તેમણે કંઠીમાળા કાઢીને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો.