દુનિયાભરમાં આયુર્વેદિક ઔષધિઓની માંગ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે તેની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની બનાવવાની બાબત પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આયુષ મંત્રાલય તરફથી છેલ્લા થોડા મહિનાઓમાં નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોની બેઠક મળી હતી.
આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોને પણ એમએસએમઈની વિવિધ યોજનાઓના લાભ મળતા થઈ જશે. આ લાભોમાં લોનના વ્યાજ પરની સબસિડી, રિસર્ચ કે ઈનોવેશન માટે ખાસ ભંડોળની ફાળવણી થશે. તે માટે હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવી છે. જીસીસીઆઈના સભ્ય ન હોય તેવી વ્યક્તિ કે સંગઠ કે આયાત-નિકાસને લગતા પ્રશ્નો માટે પણ આ હેલ્પડેસ્કમાં ફોન કરીને કે ઈમેઈલ વડે માર્ગદર્શન મેળવી શકે છે. ફોન નંબર ૦૭૯-૨૬૫૮૨૩૦૧, ૨, ૩, ૪ છે. આવા જ હેલ્પડેસ્કની સ્થાપના જીસીસીઆઈ તરફથી કરવામાં આવી છે. આઈપીઆર નિષ્ણાત પદ્મીન બુચના વડપણ હેઠળ વિદેશ સમિતિ રચવામાં આવી છે અને તેમના માર્ગદર્શન મુજબ જીસીસીઆઈનું પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે.
કંપનીને આયુર્વેદિક દવાઓ તથા તેના ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ટેસ્ટીંગ માટે આયુષ મંત્રાલયે તાજેતરમાં મંજૂરી આપી છે. વિકાસની ભાવિ રૂપરેખા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ફાર્મા, મેડિકલ ડિવાઈસ, ખાદ્ય પદાર્થ, પાણી વગેરેના ટેસ્ટીંગ તેમજ દવાઓની ફોર્મ્યુલા વિકસાવવા ઉપરાંત પ્રિ-ક્લિનિકલ ટેસ્ટીંગ સહિતના અવનવા સંશોધનોને લગતી કામગીરી હાથ ધરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ)ને ઉત્કૃષ્ટ તથા ઈનોવેટીવ સંશોધન માટે રાષ્ટ્રીય સ્તરે બે તથા રાજ્ય કક્ષાએ એક એવોર્ડ મળેલા છે.