આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ

સપ્ટેમ્બર 2019માં સુરત ની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ ને “માં” કાર્ડ અને આયષ્યમાન પ્રધાનમંત્રી યોજનાના લાભની સેવાઓ રદ કરાઈ હતી. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દી ઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેમની પાસેથી પણ ચાર્જ વસુલાત કરવામાં આવતી હતી અંને કેન્દ્ર અને રાજય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ અંગે રાજ્યના આરોગ્ય કમિશ્નર ને ફરિયાદ થતાં કૌભાંડ બહાર આવ્યું હતું.

8 ઓક્ટોબર 2019 તારીખથી લેખિત આદેશ કરી કતારગામ ની કિરણ હોસ્પિટલને “માં” કાર્ડ અને અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય આ બંને સેવાઓ ના લાભ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જે અંગેનો પત્ર કિરણ હોસ્પિટલ કોડ સોલ્યુંશન પ્રા.લી. મેનેજર ગાંધીનગર અને સીડીએચો સુરત ને પણ આ પત્ર મોકલી દેવામાં આવ્યો હતો.

આયુષ્માન યોજના માં ગડબડ નો મામલો સામે આવ્યો હોવાનું આ પત્ર પરથી ફલિત થાય છે. આ બિલના તમામ નાણાં રોકવા સાથે તેને સસ્પેન્ડ કરતો આદેશ કમિશનર ઓફ હેલ્થ ના એડિશનલ ડિરેક્ટરએ આપ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ ના નગર સેવક અસ્લમ સાઇકલ વાળા એ સવાલો ઉઠાવ્યા છે અને એક રૂપિયે ટોકન જમીન આપનાર મહા પાલિકાને પગલાં લેવા અનુરોધ કર્યો છે. કિરણ હોસ્પિટલ નું મોટું કૌભાંડ આવ્યું સામે.

ગુજરાતની ઘણી આવી હોસ્પિટલો હશે તેથી બધી હોસ્પિટલમાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યો છે.

સરકારે હોસ્પિટલને બંધ કરી દેવી જોઈતી હતી પણ તે બંધ કરી ન હતી.