રાજકોટ,તા:૧૪ વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં માલવિયાનગર પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મહિલાઓ પણ ઝડપાઈ છે.
આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોલીસે તમામ આઠ શખ્સો પાસેથી રૂ.14,200ની રોકડ રકમ જપ્ત કરી છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને અન્ય સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. પીઆઈ જે.એચ. ચંપાવતની આગેવાનીના દરોડામાં ઝડપાયેલા તમામ શખ્સોની પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.