આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો

કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18 

દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે  આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે….! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપી દર સુધર્યો કે ન મંદી કાબુમાં આવી. પરંતુ આમ પ્રજા વાજ આવી ગઈ છે….! લોકોએ જે વિશ્વાસે ભાજપાને થોકબંધ મત આપ્યા અને સત્તા આપી…. ત્યારબાદ ૨૦૧૪થી આપેલા પ્રજા વાયદાઓ પૈકી એક પણનો અમલ નથી કર્યો. પરંતુ કેન્દ્ર સરકારે જે નિર્ણયો કર્યા તે માત્રને માત્ર અમેરિકાની નીતિ અનુસાર માલેતુજારો કે મોટા ઉદ્યોગોને જ લાભ મળે તેવા લીધા. પરંતુ પરિણામ કશું જ ન મળ્યું… જે એક હકીકત છે. ત્યારે હવે ભાજપાની નેતાગીરીએ ઊંડાણથી વિચારવાનો સમય પાકી ગયો છે… નહીં તો તેના પરિણામો બેહદ ખરાબ હશે. દેશમાં ભાજપા માટે એક પછી એક માઠા સમાચારો આવતા જાય છે જેમાં પક્ષ પલટો કરાવી કે પ્રજાદ્રોહ કરાવી કર્ણાટકમાં ભાજપાની સરકાર બનાવી. કોર્ટમાં પક્ષ પલટો કરવા માટે કેસ થયો અને કોર્ટ દ્વારા ધારાસભ્યોનો અધ્યક્ષે કરેલા અમાન્ય-ગેરલાયક રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો. પરંતુ જેડીએસના ૧૫ ધારાસભ્યોને ચૂંટણી લડવા છૂટ આપી. અને આ કારણે ભાજપાની મુશ્કેલી વધી ગઈ છે… કારણ આ તમામ પક્ષપલટુ  ધારાસભ્યોને ભાજપાએ  ટિકિટ આપવી પડશે. કર્ણાટકમાં ૫ ડિસેમ્બરે ૧૫ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ છે. બીજી તરફ ભાજપમાં ૧૫ ધારાસભ્યો સામે ઉગ્ર વિરોધ છે. પરિણામે પાસે રહીને સ્થાનિક નેતાઓ આ બધાને હરાવે… તેવી Âસ્થતિ પ્રવર્તી રહી છે…..!


મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન મુદ્દે ભાજપા-શિવસેના છૂટા પડ્યા બાદ એક પછી એક પછી એક દાવ ખેલાયા. પરંતુ એનસીપી અને કોંગ્રેસે કોમન મિનિમમ પ્રોગ્રામ ઘડી કાઢવા કમિટીઓ બનાવી લીધી. અને ઝડપથી સરકાર બની જાય તે માટે ત્રણેય પક્ષો દ્વારા ચર્ચા વિચારણાનો દોર ચાલી રહ્યો છે. જો કે કોંગ્રેસે શિવસેનાને ટેકો આપવાનો ઈશારો આપી દીધો છે. તેથી મહારાષ્ટ્રના લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ શિવસેનાએ ભાજપા પર પ્રહાર કરવાનું સતત ચાલુ રાખ્યું છે. ભાજપમાં ડર પણ છે કે જો બિન ભાજપા સરકાર બનશે તો કાલા ચિઠ્ઠા અને ભ્રષ્ટાચાર બહાર આવશે. તો પ્રજા જાકારો આપી દેશે…..! હવે જોઈએ આગળ શું શું બનતું જાય છે…..? કોંગ્રેસ ઉપર જ બધો આધાર છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો.

આ બધી બાબતો રાજકીય ક્ષેત્રની હતી. પરંતુ સૌથી મોટી બાબત દેશભરના  રાજકીય પક્ષો માટેની ચિંતા એ છે કે ખુદ ચીફ જસ્ટીસે પોતાને કે કોર્ટને છોડી નથી. સુપ્રીમ કોર્ટે અગત્યનો ચુકાદો આપી રાજકીય ક્ષેત્રે ધરતીકંપ સર્જી દીધો  છે. જેમાં  તેમના ફેંસલા મુજબ દેશની ચીફ જસ્ટિસ ઓફિસને આરટીઆઇના દાયરામાં લાવી દેતા કહ્યું છે કે ન્યાયાધીશો પણ કાયદાથી પર નથી. ન્યાયતંત્રમાં પારદર્શિતા વધે તેના કાંઈ ખોટું નથી. અને ખુદ સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને લઇને રાજકીય પક્ષોમાં ગભરાટ વ્યાપી ગયો છે. આજ દિન સુધી આરટીઆઈથી દૂર રાખેલા રાજકીય પક્ષોને હવે સુપ્રીમ કોર્ટ છોડે તેમ નથી. કારણ કે કોર્ટ પોતાને આરટીઆઇ હેઠળ લાવી શકે તો રાજકીય  પક્ષોને કેમ નહીં…..? અને એટલા માટે જ રાજકીય પક્ષોને આરટીઆઇના દાયરામાં લાવવાનો રસ્તો ખુલી ગયો છે. આજ કારણે ભાજપા સહિતના રાજકીય પક્ષોમાં ફફડાટ વ્યાપી ગયો છે…. જાકે આ મુદ્દે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે.