આર્થિક પછાત વર્ગ માટે સહાય વધારવામાં આવી

રાજયના શિક્ષિત યુવાનોને ઉચ્‍ચ શિક્ષણ માટે આર્થિક રીતે સહાય કરવા માટે રાજય સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ સહાય મેળવવા વાર્ષિક આવક રૂા.૩.૦૦ લાખ હતી તે વધારીને રૂા.૪.૫૦ લાખ કરાઇ છે. તે જ રીતે ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિદેશ જવા માટે સાદા વ્‍યાજની રૂા.૧૫.૦૦ લાખની લોન અપાય છે. તે માટેની આવક મર્યાદા પણ રૂા.૪.૫૦ લાખ થી વધારીને રૂા.૬.૦૦ લાખ કરાઇ છે.
ઉચ્‍ચ અભયાસ માટે હોશીયાર વિદ્યાર્થીઓને ટયુશન સહાય, કોચીંગ સહાય, ભોજન સહાય, સ્‍પર્ધાત્‍મક પરીક્ષા સહાય સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.
તબીબી અને ટેકનીકલ અભ્‍યાસ માટે નિગમ દ્વારા જે લોન અપાતી હતી તે માત્ર ગુજરાતમાં પ્રવેશ મેળવે તેને જ યોજનાનો લાભ મળતો હતો તેને બદલે હવે રાજય બહાર કોઇપણ રાજયમાં પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સાથે સાથે રાજય બહારની આઇ.આઇ.ટી., એન.આઇ.ડી., આઇ.આઇ.એમ., નિરમા, નિફટ, ટીસ જેવી રાષ્ટ્રીય પ્રતિષ્‍ઠિત સંસ્‍થાઓમાં પણ ગુજરાતનો યુવાન પ્રવેશ મેળવશે તો તેને પણ આ નિગમ દ્વારા લોનનો લાભ પુરો પાડવામાં આવશે. આ ઉપરાંત વિદેશ અભ્‍યાસ માટે ની લોન હવે તબીબી અભ્‍યાસ સહિત કોઇપણ અનુસ્‍નાતક કક્ષાના ઉચ્‍ચ અભ્‍યાસ માટે વિવિધ સંસ્‍થાઓમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તો તેને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. તબીબી ક્ષેત્રે ધોરણ-૧૨ પછી પ્રવેશ મેળવેલ હોય તેમને ઓછા વ્‍યાજની લોન નિગમ દ્વારા આપવામાં આવે છે જયારે અન્‍ય અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ગ્રેજયુએટ કરેલુ હોવુ જરૂરી છે.