આશાબેનને હરાવવા હાર્દિક પટેલ મેદાને જંગ

કોંગ્રેસના પૂર્વ નેતા અને ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસને શિષ્ટાચાર વગરની પાર્ટી કહીને તેમને હવે ભાજપ તરફ જવાનું નક્કિ કરી દીધું છે, ત્યારે આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે તેમના પર પ્રહાર કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને પાર્ટી સારી લાગતી હતી, કોંગ્રેસને કારણે તેઓ ધારાસભ્ય બન્યાં અને હવે કોંગ્રેસ ખરાબ થઇ ગઇ, આશાબેનથી નારાજ હાર્દિકે કહ્યું કે જો તમારામાં હિંમત હોય તો હવે ચૂંટણી લડી બતાવો સાથે જ પાટીદાર સમાજ સાથે ગદ્દારી કર્યાનું હાર્દિકે કહ્યું, આશાબેને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે અને એપીએમસીના રાજકારણ માટે કોંગ્રેસ છોડ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આશાબેન પટેલને પાસ સાથે હવે કંઈ લેવા દેવા નથી.

અલ્પેશ કથિરિયાએ શું કહ્યું ?

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે ઉંઝામાં જીતવા માટે પાટીદારોના સાથ- સહકારની જરૂર છે, પાસના સંગઠનના સહકાર વિના જીતવું અશક્ય છે. સમાજ સાથે ગદ્દારી કરનારને લોકો મતદાનથી જવાબ આપશે, તેમણે કહ્યું કે, લોકસભાની ટિકિટ માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે.