ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર  સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે.
સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણસો ઉભા કરીને સંખ્યા બતાવવામાં આવી હતી. બાકીના જોડાયેલા સભ્યોમાં કોઈ પણ કોંગ્રેસના હોદ્દેદારો કે સભ્યો જોડાયેલા નથી.
જે કોર્પોરેટર હાજર ન હતાં તેમાં
પટેલ રીંકુબેન નિખિલ કુમાર
પટેલ અલ્પેશ જેઠ્ઠાભાઈ
પટેલ શુશીલાબેન નાનજીભાઈ
પટેલ ઉષાબેન હસમુખભાઈનો સમાવેશ થાય છે.
કોંગ્રસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. અટકળો વચ્ચે આશા પટેલ પર કરોડો રૂપિયા લઇને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અટકળો વચ્ચે આશા પટેલે ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. માત્ર આશા પટેલે જ નહીં પરતું તેમના સમર્થકોએ પણ કોંગ્રેસના પંજાને છોડી ભાજપનું કમળની ફૂલ પકડી લીધું હોવાનું જાહેર કર્યું હતું.  પાટણ ખાતે યોજાયેલા સંમેલનમાં આશા પટેલે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ ખાતે યોજાયેલા સંમેલનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સાંસદો, ધારાસભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ જે નામ જાહેર કરાયા હતાં તે શંકાસ્પદ છે.
આ સંમેલનમાં આશા પટેલે ભાજપનો ખેસ ધારણ તો કર્યો જ પરતું તેમની સાથે ઉંઝા નગર પાલિકાના 15થી વધારે કોર્પોરેટરો, 10 તાલુકા પંચાયતના સભ્યોની સાથે 1100 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જે નામો જાહેર કરવામાં આવ્યાં તેમાં ઘણાં ખોટા હતાં.
 ગુજરાતી
 ગુજરાતી English
 English