ઊંઝાના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને હાલ ભાજપમાંથી પેટાચૂંટણી લડી રહેલા આશા પટેલની ઓડિયો ક્લિપ સામે આવી છે. આશા કહે છે કે, “પાટીદાર શહીદ યુવકના એક પરિવારને પૈસા આપી દો અન્ય પરિવારો શાંતિથી બેસી જશે. પાટીદાર અનામત આંદોલન સમયે જે યુવકો શહીદ થયા છે. તેના પરિવાર જો ઉગ્ર માગણી કરતાં હોય તો કોઈ એક શહીદ યુવકના પરિવારને પૈસા પહોંચાડી દો. તો તેને જોઈને અન્ય પરિવારો શાંતિથી બેસી જશે. હાર્દિકનો જે પાટીદારો ઉપર પ્રભાવ છે તે પણ ઘટી જશે.
પાટીદારો પર આ ઓડિયો ક્લિપની અસર વધારે થાય તો આશા પટેલને ચૂંટણીમાં ઘણું ભોગવવાનો વારો આવે તેમ હોવાથી તેઓએ આ ક્લિપ મામલે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યો છે. આશા પટેલને પૂછતાં તેઓ હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાનું તથા આ ઓડિયો ક્લિપ મામલે હજુ કંઈ જાણતાં ન હોવાનું જણાવ્યું હતું.
ઓડિયો ક્લિપ બાદ પાટીદારોના ગઢ એવા ઊંઝામાં ભારે ચકચાર મચી છે. શુક્રવારે આશા પટેલની એક યુવક સાથે થયેલી કથિત વાતચીતમાં કહેવામાં આવ્યું છે.