આશ્રમમાં ગરીબોના 200 મકાનો પછી તોડો, પહેલાં 18 મકાનો પરનો માલેતુજારોનો ગેરકાયદે કબજો તો છોડાવો?

અમદાવાદ, તા.29

આશ્રમની ઐતિહાસિક ઈમારત સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોવા છતાં ચેરીટી કમીશ્નર કોઈ પગલાં લઈ શકે તેમ નથી. કાર્તિકેય સારાભાઈ અને ઈલા ભટ્ટ પણ સત્તા આગળ દબાઈ ગયા છે. ગાંધીજીના સિંધાંતો સાથે તેઓ તોડજોડ કરી રહ્યા છે. જો તેમનાથી ગાંધીજીના સિદ્ધાંતો પાળી શકાતાં ન હોય તો વહેલી તકે આશ્રમનું ટ્રસ્ટી પદ છોડી દેવું જોઈએ. ગાંધીજીની ઈમારતો જો તેઓ ખાલી કરાવી ન શકતા હોય તો તેમને ટ્રસ્ટી તરીકે રહેવાનો અધિકાર નથી. આખો ગાંધી આશ્રમ ખાલી કરાવવા માટે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. 200 મિલકતો ખાલી કરાવવાના બદલે 18 મકાનો પર રાજનેતાઓના સંબંધીઓનો કબજો છે તે ખાલી કરાવવાની માગણી કરવામાં આવી છે. રાજ્યાશ્રય ધરાવતા કેટલાંક લોકોએ આશ્રમની 18 મિલકતો પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. તે પહેલાં સરકારે ખાલી કરાવો જોઈએ અથવા તેઓએ સામેથી આશ્રમને આ મિલકતો આપી દેવી જોઈએ એવું આસપાસના લોકો માની રહ્યા છે.

પરીક્ષિતલાલ નિવાસ સ્થાન પર દબાણ

ગાંધીજીની મિલકતો અને પરીક્ષિત હાઉસ હાલ આશ્રમ પાસે નથી. તે ખાનગી ટ્રસ્ટ પાસે છે. તેને  પચાવી પાડીને ગાંધી આશ્રમનું નામ વટાવી ખાવામાં આવે છે. પરીક્ષિતલાલના ઘરમાં જ સફાઈ વિદ્યાલય ચાલે છે.  ગાંધી આશ્રમનું મકાન ભાડા પર લઈને પચાવી પાડ્યું હતું. ગાંધી આશ્રમના સંચાલક અમૃત મોદીએ સરકારને એક પત્ર લખ્યો હતો કે ઈશ્વર પટેલનું પોતાનું ટ્રસ્ટ છે, તેને હવે પોતાનું મકાન મળી ગયું છે તેથી તેમણે ગાંધી આશ્રમનું ભાડાનું મકાન ખાલી કરી દેવું જોઈએ. ગાંધીજીનું આ મહત્ત્વનું મકાન પચાવી પાડ્યું છે. અનેક નિયમોનો ભંગ કરીને ગાંધીજીના મકાન પર કબજો છે.

પીટીસી કોલેજ પચાવી પાડી લઈ લીધી

પી.ટી.સી. કોલેજના આચાર્ય માટે ગાંધી આશ્રમનું મકાન આપેલું હતું. જે રૂ.20ના ભાડેથી કામચલાઉ માટે આપવામાં આવ્યું હતું. આશ્રમની મિલી ભગત પણ તેમાં હતી. પ્રિન્સિપાલ વાળું મકાન ખાલી કરતા નથી. મકાન દબાવી રાખ્યું છે. પીટીટીના મકાનમાં માનવ સાધના ટ્રસ્ટનું કાર્યાલય ચલાવવાનું શરૂ કરાયું હતું. ભાજપના નેતાઓના ચાર હાથ છે. તેથી ચેરીટી કમિશનર કંઈ કરી શકતા નથી. હેતુ ફેર થયા હોવા છતાં ચેરીટી કમિશનર કોઈ પગલાં લેતા નથી.

ગાંધીજીના 12 મકાનો પર બીજાનો કબજો

ગાંધી સ્મારક સંગ્રહાલયના એક મકાનમાં કનુભાઈ મોદી રહેતાં હતા. તેઓ નિવૃત્ત થઈ ગયા અને ત્યાંથી તેઓ ચાલ્યા ગયા બાદ તેનો કબજો બીજાઓએ લઈ લીધો હતો. ગાંધીજી જ્યાં સામૂહિક રીતે જમતાં હતા તે રસોડું પણ પચાવી લેવાયું છે. સોમનાથ છાત્રાલય, નંદિની હાઉસ પચાવી પાડવા માટે અમૂક શખ્સોએ પોતાનો સામાન ત્યાં મૂકી દીધો છે. સોમનાથ છાત્રાલયનું રસોડું. શિક્ષક નિવાસમાં ત્રણ મકાનો આશ્રમ પાસે નથી. બાળ મંદિર પણ તેમના કબજામાં નથી. એક ડંકી હતી તે તોડીને ત્યાં આલીશાન મકાન બનાવી દીધું છે. ફોરેનર્સ અહીં લાવવામાં આવે છે તેમને પ્રભાવિત કરીને ફંડ એકઠું કરવામાં આવે છે. આવા ગાંધી આશ્રમના કૂલ 12 મકાનો ગેરકાયદે કબજામાં છે. ઈકબાલ સુથારે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આક્ષમવાસી ધિમંત બઢિયાએ આ તમામ મિલ્કતો આશ્રમને સોંપી દેવા માટે અગાઉ અનેક વખત માગણી કરી છે.

પોતાના માણસને મકાન આપી દીધું

નદી તરફના જૂના કન્યા છાત્રાલયવાળા મકાનમાં દબાણ છે. ઘીરુભાઈ પુબિયા નામની એક વ્યક્તિને કે જે સફાઈ વિદ્યાલયમાં કામ કરતાં રહ્યા તેમને ગાંધી આશ્રમનું એક મકાન આપ્યું તે પણ ગેરકાયદે હતું. જે ખાલી કરવા માટે 26 જૂન 2001માં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. મકાન ખાલી કરવા નોટિસ અપાઈ પણ કંઈ ન થયું. બીજાના કબજામાં સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટના ત્રણ મકાનો છે. જેનું ભાડું પણ આપતાં નથી.

ગાંધીજીની આશ્રમ શાળા

આશ્રમ શાળા ચાલે છે તેની ગ્રાન્ટનું 18 મહિનાથી કામ ચાલે છે. જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ આવે છે. ગાંધી આશ્રમનું આ પહેલું મકાન બન્યું હતું. પછી હ્રદય કુંજ બન્યું હતું. અહીં સાદગી હતી. પણ હવે ત્યાં ભવ્ય આરસપહાણ વાપરવામાં આવ્યો છે. ગાંધીજીની સાદગી હોવી જોઈએ ત્યાં ભવ્યતા લાવી દેવાઈ છે. અહીં ઈમારત સાથે પણ ચેડાં કરેલાં છે. ગાંધીજીની આ સંસ્થા પર કેટલાક સ્થાપિત હિતોએ કબજો કરી લીધો છે. અહીં ગાંધીજી થોડો સમય રહ્યા હતા. ખાદીની વણાટ શાળા અહીં ગાંધીજીએ સ્થાપી હતી. જે હવે અહીં માનવ સાધના ખાનગી ટ્રસ્ટ ચાલે છે. આશ્રમના અમૃત મોદી કંઈ બોલી શકતા નથી. કારણ કે તેમના સાસુ રાજ્યપાલ છે અને તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.