રાજકોટ, તા.08
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો વિજય એવા વિજયા દશમીના પર્વની આજે સૌરાષ્ટ્રમાં દશેરાની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જલેબી અને ગરમાગરમ ફાફડાં સાથેની જયાફત સાથે પરંપરાગત રીતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી.
આજે રાવણ દહન, શસ્ત્રપૂજન, શૌર્યરેલી, શોભાયાત્રા સાથે વિજયા દશમીના પર્વની ઉજવણી તેમજ આ પાવન પર્વ પર લોકોએ સોનુ-ચાંદીની ખરીદી અને ટૂ-વ્હીલર, ફોર વ્હીલરની ખરીદી અને નવા સોપાનના શુભારંભ, ગૃહપ્રવેશ, વાસ્તપૂજનના માંગલિક કાર્યો કર્યા હતાં. આસુરી શિક્તનો નાશના તહેવાર નિમીત્તે વિહિપ બજરંગદળ દ્વારા રાવણદહન કાર્યક્રમ યોજાયા હતાં. દશેરમાં દર વર્ષે સમગ્ર ગુજરાતભરમાંથી સૌથી ઉંચામાં ઉંચા રાવણના પૂતળા બનાવવામાં આવે છે. આ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અને દર વખતે પોતાના જ નવા કીતિર્માનો બનાવવાની નેમ સાથે આ વર્ષે પણ સમગ્ર ગુજરાના સૌથી મોટા પૂતળા બનાવવામાં આવ્યા છે. દશેરાના દિવસે રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 કલાકે રાવણ-કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ઉજવણી ખાસ બનાવવા વિવિધ પ્રકારના ફટાકડાંઓની આતશબાજી સાથે ઉજવણી કરાઇ હતી.
ભારતના વિશ્વ કલ્યાણકારી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિનો દીપ પ્રાગટય તે પહેલાં દશેરા નિમિત્તે આસુરી શિક્તના નાશ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે જેમાં અનિષ્ટના પ્રતીક એવા રાવણ-સોમનાથ-કુંભકર્ણના પૂતળાનું દહન તથા શસ્ત્રપૂજન કરી આ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ગુજરાતનૌ સૌથી ઉંચો 60 ફૂટનો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઉંચા પૂતળા બનાવવામાં આવ્યા છે.
ઉપરાંત શસ્ત્રની પૂજાનું પણ આ દિવસે અનેરું મહત્વ રહેલું છે. દર વર્ષ પૂદળાના દહનના કાર્યક્રમ વખતે ખાસ બનાવેલા મંડપમાં શસ્ત્ર ગોઠવવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે. બાળકોમાં નાનપણથી જ શૌર્ય પ્રગટ થાય અને શસ્ત્રની સાથે શસ્ત્રનું પણ રહેલું આગવું સ્થાન અને તેના મહત્વને સમજવાના પ્રયાસરૂપે ઉપસ્થિત તમામ જનમેદની માટે શસ્ત્રપૂજનની આગવી વ્યવસ્થા કરવામાં આવે છે
સૌરાષ્ટ્રભરમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમ યોજાયા હતા. રાજકોટ,જામનગર, સુરેન્દ્ર નગર, મોરબી તેમજ સૌરાષ્ટ્રના રાજવી પરિવારો દ્વારા પણ શસ્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ જીલ્લાઓમાં શસ્રોનું પૂજન કરાયું હતું.