આ લોકોએ સતા માટે હિંદુત્વનો દેખાવ કર્યો

અમદાવાદ,15અમદાવાદ,15

સન 1990ના દાયકામાં આક્રમક હિન્દુત્વ અને રામમંદીર આંદોલનથી એક સમયે આખા સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલું એક નામ એટલે ડો.પ્રવિણ તોગડીયા. સુપ્રિમ કોર્ટે રામ મંદીરને લઈને પોતાનો ચુકાદો જાહેર કર્યો છે અને સમગ્ર દેશમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે રામમંદીરને માટે વર્ષોથી પોતાના આક્રમક તેવરથી લડતા આવેલા ડો.તોગડીયાએ કે ન્યૂઝની મુલાકાત લીધી હતી.

આપનું સપનું સાકાર થયુ ત્યારે કેવું અનુભવો છો?

મુલાકાતમાં તેઓએ જણાવ્યુ હતુ કે હું રામમંદીર આંદોલનના શરુઆતના સમયથી જોડાયેલો છું. કોઈને કોઈ સ્તરે સીધા નેતૃત્વમાં આ આંદોલનમાં રહ્યો છું. આજે જયારે 35 વર્ષ પછી “સૌગંધ રામ કી ખાતે હે મંદીર ભવ્ય બનાયેગે એ જયારે પુરવાર થઈ રહ્યુ છે ત્યારે આ ક્ષણ જીવનની સૌથી આનંદની ક્ષણ બની રહી છે

કેમ એકબાજુ ખસેડવામાં આવ્યા?

ડો.પ્રવિણ તોગડીયાને પોતાના સાઈડ આઉટ થવાનું કારણ પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે જયારે સુપ્રિમે રામમંદીર અંગેનો ચુકાદો આપ્યો અને મંદીર બનવાની સ્થિતી ઉભી થઈ ત્યારે મારા સંદર્ભમાં વિચાર કરુ તો મને આનંદ છે. જીવનની સફળતા છે. હું પોતે કાંઈ બનવા નિકળ્યો ન હતો ઉલટાનું એક મોટા કેન્સરસર્જન તરીકેની કારકિર્દી છોડી નિકળ્યો હતો એટલે ભગવાને શ્રેષ્ઠ સ્થાન જીવનમાં આપ્યુ હતુ તે છોડીને નિકળ્યો હતો એટલે પોતાના માટે કોઈ બનવા નિકળ્યો ન હતો એટલે આનંદ છે, સંતોષ છે પરંતુ આ આ તમારી સાથે કેમ થયુ?  એ પ્રશ્નનાં ઉતરમાં તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે હિન્દુ નિષ્ઠા, હિન્દુ કલ્યાણ અને હિન્દુ સુરક્ષાએ ભાજપ અને આરએસએસનાં જીવનનું મુખ્ય લક્ષ્ય હોય એ આટલા વર્ષો પછી લાગતુ નથી. જો રામમંદીર બનાવવાની જ શ્રધ્ધા હોય તો મંદીર બનાવવા માટેની માગણી લાલકૃષ્ણ અડવાણી કરે, ડો. પ્રવિણ તોગડીયા કરે કે પછી મુલાયમસિંહ યાદ઼વ કરે તો તેની સામે વિરોધ શું હોઈ શકે? એનો અર્થ એ થયો કે રામમંદીર બનાવવાની શ્રધ્ધા મુખ્ય ના હતી પણ સતા મુખ્ય હતી

વિશ્વ હિન્દુ પરિષદ છોડવા અંગે તેમણે કહ્યુ હતુ કે આરએસએસ પર વિશ્વાસ મુકીને કેન્સર સર્જનની લાખોની પ્રેકટીસ છોડી, હોસ્પિટલ બંધ કરીને ચેરીટેબલ ધન્વંતરી બનાવી. મારી પાસે 1998થી કશું જ પૈસા નથી. એક ભગવાની પુજાની બેગ, એક પુસ્તકો અને એક કપડાની બેગ આ સિવાય કોઈ સંપતિ નથી. હું મોહન ભાગવતને 27 માર્ચ,2017ના રોજ મળ્યો હતો અને કહ્યુ હતુ કે આવતીકાલે હું મારી બેગ કયાં મુકીશ? કારણકે મારી પાસે કોઈ રહેણાંક સ્થાન જ નથી, મારી પાસે કોઈ રુપિયા પણ નથી. જેણે ગુનો કર્યો નથી તેને સજા કરવાની હોય.

જે તમે ગુનો ન કર્યો તો તમને કેમ ટાર્ગેટ કરવામાં આવે, તમારે કેમ અમદાવાદથી ભાગી જવાની ફરજ પડે, આ બધા સંજોગો તમારી હત્યા તરફ નિર્દેશ કરતા હતા?

મારો ગુનો શું હતો? 1984થી આરએસએસ, ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે સંસદમાં કાયદાથી સોમનાથ જેવા રામમંદીરના નિર્માણનું નકકી કર્યુ, કોંગ્રેસે કાયદો ઘડવાનો ઈન્કાર કર્યો પણ જો રામમંદીર કોર્ટના નિર્ણયથી બને તો અમને મંજુર છે. હવે ભાજપની સરકાર આવે તો કાયદો બને અને જો ભાજપની સરકાર લાવવી હોય તો આંદોલન કરવુ પડે, લાઠીઓ ખાવી પડે, ગોળીઓ ખાવી પડે જે અમારા નેતૃત્વમાં અમે કર્યુ હવે 2014માં ભાજપની સરકાર આવી.  બે વર્ષ બાદ 2016ના ઓકટોબર માસમાં ભોપાલના આરએસએસના મુખ્ય લોકોએ અમને બોલાવી આદેશ આપ્યો કે સંસદમાં રામમંદીર બનાવવાનો કાયદો બનાવવાના મુદ્દાને છોડી દેવાનો.  મે કહ્યુ કે જયાં સુધી હું વિશ્વ હિન્દુ પરિષદનો નેતા છું ત્યા સુધી હું હિન્દુઓ સાથે વિશ્વાસઘાત નહી કરુ, રામમંદીર બનાવવાની માગણી છોડીશ નહી. નવેમ્બર 2018માં કર્ણાટકમાં આયોજીત ધર્મસભામાં મોહનભાગવત આવ્યા હતા તેમણે એવો ઠરાવ તૈયાર કરાવ્યો કે જેમાં સંસદમાં રામમંદીરના કાયદાની વાત છોડી દીધી. આ ઠરાવનો મે વિરોધ કર્યો હિન્દુ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો. ત્યારબાદ ડિસેમ્બરમાં 90 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ હિન્દુ સંગઠનની ચૂંટણી થઈ. રામમંદીરનો મુદ્દો ન છોડીને વિહીપ છોડી દીધી.

હવે હું સ્વતંત્ર હતો હજારો લોકોને લઈ હું અયોધ્યા પહોંચ્યો અને સંસદમાં રામમંદર બનાવવાના કાયદાની માગણી કરી.  રામમંદીરના કાયદાની વાત છોડો અથવા સંગઠન છોડો આવુ જે લોકોએ કહ્યુ તેમણે સુધી સંસદમાં કાયદાના સંમેલનો કર્યા, મોહન ભાગવતે મંદીરનો કાયદો બનાવવા કહ્યુ. હું કાયદો બનાવવાની વાત કરતો હતો એટલે મને કાઢી મુકવામા આવ્યો હતો. હવે જયારે હું કાયદો બનાવવા નિકળ્યો અને ટેકો મળ્યો ત્યારે આ લોકો સંમેલન બનાવવા માટે નિકળ્યા. મારુ હટાવવાનું એક માત્ર કારણ એ હતુ કે આ લોકોને (આરએસએસ –ભાજપે) હિન્દુત્વ છોડી દેવુ હતુ. દેખાવનું હિન્દુત્વ પણ છોડી દેવું હતુ.

સતામાં આવવા માટે આ લોકોએ ડો.પ્રવિણ તોગડીયા અને તેના જેવા લાખો લોકોનો ઉપયોગ કર્યો, તેઓની કરિઅરનો ભોગ લીધો પરંતુ જયારે સતા આવી ગઈ ત્યારે જમાયતે ઉલેમા હિંદના અધ્યક્ષ સાથે મોહનભાગવત બેસી ગયા સતા માટે દેખાવનું હિન્દુત્વ આ લોકોએ છોડી દીધુ તેની સામે હું એકમાત્ર એવો હતો જેણે હિન્દુત્વ સાથે ગદારી નહોતી કરી.

મંદીર બનાવવાનું કામ દેશના સાધુસંત અને ધાર્મિક લોકો પાસે રહેવું જોઈએ

પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતુ કે મંદીર બનાવવાનું કામ દેશના સાધુસંત અને ધાર્મિક લોકો પાસે રહેવો જોઈએ તેને બદલે મંદીર બનાવવાનું કામ સરકાર કરી રહી છે. મંદીર બનાવનાર અડવાણી, મુરલી મનોહર જોષી, વિનય કટિયાર અને ઉમા ભારતી સહિતના દસ હજાર લોકોની યાદી બની શકે કે જેંમણે રામમંદીર માટે પ્રમાણિકતાથી જીવનનો એક મોટો હિસ્સો કુરબાન કરી દીધો અને લોકો અત્યારે કયાંય નથી. જે રીતે મરીચીએ સોનાના મૃગનો દેખાવ કર્યો તેમ આ લોકોએ સતા માટે હિન્દુત્વનો દેખાવ કર્યો. સતા આવ્યા પછી આ લોકો ઓળખાઈ ગયા પરંતુ ત્યા સુધીમાં જનતાનું મોટુ નુકશાન થઈ ચુકયું હતું

જયારે મંદીરની પ્રથમ ઈંટ મુકાશે ત્યારે પ્રવિણ તોગડીયા કયાં હશે?

રામમંદીરના નિર્માણનો નિર્ણય થયો, હિન્દુઓને તેમની જમીન મળી અહી મારુ કામ પૂર્ણ થયુ. હું ભગવાને મને જયાં બેસાડે ત્યાં હું ખુશ છું. હું કયાં છું તે મહત્વનું નથી

પ્રવિણ તોગડીયા, હિન્દુત્વ, હિન્દુ, રામમંદીર, સાધુસંત, અડવાણી, મુરલી મનોહર જોષી, વિનય કટિયાર, ઉમા ભારતી,