અમદાવાદ,તા:૩૦ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, બેંકિગ સેક્ટરને પાટા પર લઇ આવવા તેમને પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે, જે સાથે જ પીએનબી દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેંટ બેંકનાં વિલયની પણ જાહેરાત કરી છે, તેમને જણાવ્યું કે યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રાબેંક અને કોર્પોરેશન બેંકનું પણ વિલિનીકરણ થશે, ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનાં વિલિનીકરણની પણ જાહેરાત કરવામાં આવી છે, તેમના નિર્ણય પછી દેશેમાં હવે 12 પીએસયુ બેંકો રહેશે.
સીતારમણે કહ્યું કે બેન્કિંગ સેક્ટરને મજબૂત કરવા પર સરકાર સંપૂર્ણ કામ કરી રહી છે, બેંકોને મજબૂત કરવા માટે જરૂરી તમામ પ્રકારની સહાય કરાશે, નોંધનિય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકોની એનપીએ વધી જતા બેંકોની હાલત કફોડી બની ગઇ છે. જેથી હવે બેંકોનું વિલિનીકરણ કરીને તેમાં સુધારો કરવા સરકાર પ્રયાસ કરી રહી છે.