ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં કુલ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ સતત પાંચ વર્ષ સુધી જળવાયું નથી. 2017માં યોજાયેલી ચૂંટણી બાદ રચાયેલી 14મી વિધાનસભામાં સૌથી વધુ ધારાસભ્યોની ઉથલ પાથલ જવા મળી છે. 2017ની ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી હતી. પક્ષ પલટાથી લઈને કોર્ટ કેસ સુધીના મામલાઓ ઉભા થયા છે. પુરા થયેલા અંદાજપત્ર સત્રમાં એવી ધારણા હતી કે ભાજપ ફરી એક વખત પક્ષાંતર કરાવશે કારણ કે જૂનાગઢમાં જૂમપાની ચૂંટણીમાં પક્ષપલટો કરાવીને સત્તા મેળવી છે. મુખ્ય પ્રધાને 150મી ગાંધીજયંતીની ઉજવણી શરૂં કરી છે પણ તેના સિદ્ધાંતો અપનાવવા તૈયાર ન હોય એવું આ પક્ષાંતર અને તકવાદી રાજકારણથી ફરિત થાય છે. ગાંધીને વંદન કરીને પ્રસિદ્ધી લેવી તે જૂદી વાત છે અને તેના સિદ્ધાંતો અપનાવવા તે અગલ વાત છે. હવે ભાજપની સુવાંગ વિચારધારા નથી. તેમાં પક્ષપલટાના ભ્રષ્ટ સંસ્કાર આવી ગયા છે. રૂપાણીના રાજકોટમાં જનસંઘ(ભાજપ)થી પક્ષાંતર કરીને કોંગ્રેસમાં ગયા ત્યારે તે પહેલી ઘટના હતી અને જનસંધી નેતાએ ઉપવાસ આંદોલન કર્યું હતું. હવે તે રાજકોટમાંથી જ સમગ્ર ગુજરાતમાં પક્ષાંતરની બદી ફેલાવી દેવામાં આવી છે.
7 ધારાસભ્યો પક્ષ પલ્ટો કરી ચૂક્યા છે. કરવાની ફરજ પાડી છે અથવા લાલચ આપી છે. કાંતો ખરીદી લેવાયા છે.
2018માં રચાયેલી રૂપાણી સરકારના 19 મહિનામાં જ 12 ધારાસભ્યની ઉથલ પાથલ થઈ છે. 4 ધારાસભ્યના પદને લઈ કોર્ટ કેસ ચાલી રહ્યા છે.જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભૂપેન્દ્ર ખાંટ, ભગવાન બારડ અને પબુભા માણેકનો સમાવેશ થાય છે.
5 ધારાસભ્યમાંથી હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરતા પબુભા હવે ધારાસભ્ય પદે રહ્યાં નથી. તાલાલાના ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો કેસ કોર્ટમાં છે. આ સિવાય વિધાનસભા અધ્યક્ષે ભૂપેન્દ્ર ખાંટને મોરવા હડફના ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યાં હતા, તેનો કેસ પણ હાઈકોર્ટમાં છે.
ભૂપેન્દ્રસિંહને બચાવી લેવા તમામ પ્રયાસો
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી ફરિયાદ પણ હાલ હાઈકોર્ટમાં છે. તેમને બચાવી લેવા માટે કાયદા પ્રધાન પ્રદીપ જાડેજા ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે. ભૂપેન્દ્ર ચૂડાસમા સામે ચૂંટણીના મતોમાં ગોલમાલ કરી જીતી જવાનો આરોપ છે.
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યપદ ન છોડતા કોંગ્રેસે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ માંગ કરી હતી. તે ધારાસભ્ય બની રહેવા માંગતો હોવાથી ભાજપમાં ભળી જઈને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને સાથે તેના મિત્ર ધવસ જાલાને પણ લેતા ગયા છે. આમ બન્નેએ રાજીનામું આપ્યું છે.
રૂપાણી અને અમિત શાહની ખરીદ શક્તિ વધી
2017ની ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાવળિયા બાદ ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ડૉ.આશા પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
ત્રણ મોટા પક્ષાંતર
ઈ.સ. 2000થી વ્યક્તિગત પક્ષાંતર વધ્યું છે. કોંગ્રેસના મહત્ત્વના નેતાઓને ભાજપ પોતાની વિરોધ વિચારધારાને સ્થાન આપી રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વખત પક્ષના મોટો વિભાજન થયા છે. કોંગ્રેસના બે ભાગ થયા અને કોંગ્રેસ – ઓ અને કોંગ્રેસ – આઈ બની હતી. બીજું મોટું પક્ષાંતર ચીમનભાઈએ કર્યું હતું. જેમણે કિમલોપ પક્ષ બનાવેલો હતો. ત્રીજું સૌથી મોટું પક્ષાંતર ભાજપમાં થયું હતું. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવીને ભાજપનું મોટા પ્રામાણમાં ભંગાણ કર્યું હતું. ચોથું ભંગાણ કે પક્ષાંતર કેશુભાઈ પટેલે ભાજપથી અલગ થઈને નવો પક્ષ રાષ્ટ્રીય જનતા પક્ષ રચેલો ત્યારે થયું હતું. 2007માં ભાજપના વર્તમાન 15 ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મળીને 30 નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. જે તમામ ફરી ભાજપમાં જતાં રહ્યાં છે. છેલ્લે ધીરુભાઈ ગજેરા અને રમીલા દેસાઈ હમણાં જ જોડાયા હતા. 2017માં રાજ્ય સભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષાંતર કરેલા 14 ધારાસભ્યો હતા. જેમાંથી બે જ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના 43 ધારાસભ્યો ભાજપમાં ગયા ન હતા. હાલના જેટલાં મજબૂત પક્ષો છે તેનું મૂળ ગોત્ર તો કોંગ્રેસ જ છે. જનસંઘ-ભાજપના સ્થાપક નેતા પણ મૂળ કોંગ્રેસના જ છે.
આ વર્ષે પક્ષાંતરની 5 ધારાસભ્યો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 32 ઘટનાઓ બની છે કે જે ભાજપથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપમાં ગયા હોય. આમ જ્યારથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં આવ્યા છે ત્યારથી પક્ષાંતર વ્યાપક બન્યું છે. જેને ભાજપ ગૌરવ લઈ રહ્યું છે અને કોંગ્રેસ હાથ જોડીને બેરી રહ્યો છે.
130 ઘટના
આવી 130 ઘટના નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછી અને અમિત શાહ રાષ્ટ્રીય નેતા બન્યા ત્યાં સુધીમાં થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પક્ષાંતર કરાવીને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમા લઈને ચૂંટણી જીતવાની ગંદી વ્યૂહરચના બનાની છે. જે ગુજરાતના રાજકારણની તમામ નીતિમત્તાનો છેદ ઊડાડી રહી છે. સત્તા અથવા સંપત્તિ આપીને પક્ષાંતર થઈ કરવા માટે અમિત શાહ જાણીતા છે. તેઓ ગુજરાતમાં બીજી વખત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઈને ચૂંટણી જીતાવાની કવાયત કરી રહ્યાં છે. જો ચૂંટણી જીતે તેમ હોય તો ભાજપે આવું પક્ષાંતર કરાવવાની કોઈ જરૂર રહેતી નથી.
પક્ષાંતર ધારો નકામો
પક્ષાંતર અટકાવવા માટે કાયદો બનાવ્યો છે પણ સત્તા લાલચુઓએ તે કાયદો નકામો બનાવી દીધો છે. પક્ષાંતર કરાવતાં પહેલાં ધારાસભ્ય રાજીનામું આપી દે છે અને ફરીથી તે બેઠક પર પેટા ચૂંટણી લડે છે. ખરેખર તો જે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડે તેમને 6 મહિનાની સજા કરવાનો કાયદો સુધારવો જોઈએ.