અમદાવાદ જિલ્લાની વિધાનસભા મતવિસ્તાર મુજબ ઈ.વી.એમ મશીનોની ફાળવણી શરૂ કરી છે. ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કારશે અને ઉમેદવારો નક્કી થયાં બાદ ઈવીએમ લાવવામાં આવશે. જે મતવિસ્તાર માટે ઈવીએમ ઉપયોગમાં લેવાના છે. તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની શરુથી લઈ અંત સુધીની વિડિયોગ્રાફી અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વખતે 1,63,000 મોકપોલ કરવામાં આવ્યાં છે, 1060થી વધુ સ્થળોએ ઈવીએમના નિદર્શન દ્વારા 2 લાખથી વધુ લોકોને ઈવીએમની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા છે.
ગુજરાતી
English

