ઈ ફ્રોડ માટે સાયબર ક્રાઇમ ઈન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ (IRU)ને ફોન કરો

ગાંધીનગર 11 જાન્યુઆરી 2020
જોબ ફ્રોડ, લોટરી ફ્રોડ, કસ્ટમર-કેર ફ્રોડ, KYC ફ્રોડ, ઇ-કોમર્સ ફ્રોડ, ડેબીટ-ક્રેડિટ કાર્ડ સંબંધિત સાયબર ફ્રોડ તથા અન્ય કોઇપણ પ્રકારના સાયબર ફ્રોડ અંગે ગુજરાત રાજ્યના તમામ નાગરીકો “૧૦૦” નંબર ડાયલ કરીને તથા સાત નવનિર્મિત જીલ્લાના નાગરીકો “૧૧૨” નંબર ડાયલ કરીને વિના સંકોચે ફરીયાદ કરી શકે છે. ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ યુનિટની ટેકનીકલ ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફરીયાદીનુ નિરાકરણ કરવામાં આવશે. આ ઉપરાંત સાયબર ક્રાઇમના ગુનાની નોંધણી અંગે પણ ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સાયબર ક્રાઇમ
મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ.

સોશીયલ મીડીયા સંબંધિત ફ્રોડ
ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ
જોબ ફ્રોડ (નોકરી સંબંધિત ફ્રોડ)
મેટ્રીમોનીયલ ફ્રોડ
લોન ફ્રોડ
ઇન્શ્યોરન્સ ફ્રોડ
કેમીકલ /બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ
ઓનલાઈન શોપીગ ફ્રોડ
ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ
લોટરી/ઇનામ ફ્રોડ
ઈમેઈલ હેકીંગ
સિમ સ્વેપિંગ ફ્રોડ
કસ્ટમર કેર ફ્રોડ
ઈમેઈલ સ્પુફીંગ ફ્રોડ
ઇ – કોમર્સ સંબંધિત ફ્રોડ
રેન્સમવેર એટેક
ડેટા થેફટ
વાયરસ / માલવેર એટેક
ડીનાઇલ ઓફ સર્વીસ
ઓનલાઇન પ્રતિબંધીત વસ્તુઓ ખરીદવી કે વહેચવી