ઉકાઈ કેચમેંટ એરિયામાં મેઘરાજાએ રિસામણા કરતાં ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે. જેને લઈ ડેમમાં હાલમાં પાણીની સપાટી માત્ર 300 ફૂટ જેટલી જ છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદના એંધાણ જણાતા નથી. જેને લઈ ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયાના પ્રમુખ દ્વારા વિવિધ સુગર ફેક્ટરીઓને જાણ કરી છે કે પાણીની સપાટી ધ્યાનમાં રાખી 15 સપ્ટેમ્બર પછી શેરડીની રોપણી કરવા અંગે જણાવાયું છે. ચાલુ વર્ષે ઉકાઈ ડેમના કેચમેંટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાથી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે. ડેમમાં પાણી નહીં આવતા ડેમ ખાલી રહ્યો છે. હાલમાં ઉકાઈ ડેમની પાણીની સપાટી 300 ફૂટ જેટલી નોંધાઈ છે. જે ગત વર્ષ કરતાં હાલનુ પાણીનું લેવલ 16 ફૂટ ઓછું છે. ડેમની સપાટી જોઈ ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયાના પ્રમુખ બાબુભાઇ પટેલે દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓને લેખિત જાણ કરી અપીલ કરવામા આવી છે કે મોટે ભાગે ની સુગર ફેક્ટરીના સભાસદો 15 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર દરમ્યાન શેરડીનું વાવેતર શરૂ કરી દેય છે. આ ખેડૂતો ચાલુ વર્ષે ડેમમાં પાણીની આવક ઓછી રહી છે. જો ચોમાસુ પૂરું થતાં સુધીમાં પૂરતો વરસાદ નહીં પડે તો ડેમ ની પરિસ્થિતી વિકટ બનશે જેને લઈ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ મોટી સમસ્યા ઊભી થશે. જે એક ચિંતાનો વિષય બની ગયો છે. આ પરિસ્થિતીને ધ્યાનમાં લઈ 15મી સપ્ટેમ્બરથી શેરડીનું વાવેતર શરૂ કરવામાં આવે એવી વિનંતી સુગર ફેક્ટરીઓને કરવામાં આવી છે.