[:gj]ખેડૂતો હોસ્પિટલ માટે ભૂખ હડતાલ કરશે [:]

[:gj]ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જિલ્લા કલેક્ટરે જમીનની ફાળવણી કરી હોવા છતાં આ જમીન પર અમૂલ ડેરીના સહકારથી પશુઓ માટેના કુત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું હતું. જે કામ છેલ્લા દસ મહિનાથી પાલિકા દ્વારા બંધ કરાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. કાયદેસરનું કામ હોવા છતાં પણ તેને રાજકિય દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. તેમજ દૂધ મંડળીના સભા સદોએ પણ આ બાબતે પાલિકા સામે બાંયો ચઢાવી છે. તેમજ આગામી તા. ૧૧મી સુધીમાં મંજૂરી આપવામાં નહીં આવે તો, ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો તથા ગ્રામજનો તા. ૧૩મી ઓગસ્ટના રોજ ખેડા નગરપાલિકામાં અચોક્કસ ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

10 મહિનાથી કામ અટકાવી દેવાયું

આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને તા. ૭મી જુલાઈ ૨૦૦૨થી મંડળીનું મકાન બનાવવા ૧૪૦ ચો.મી જમીન પ્રતિ ચો.મી.દીઠ રૂ. ૨૫૦ના ભાવે રૂ. ૩૫ હજારમાં ફાળવી છે. આ જમીનમાં નગરપાલિકા ખેડાના બાંધકામ પરવાનગી નં. ૧૪થી પ્લાન મુજબ ૭૯.૩૯૮ ચોરસ મીટરમાં મંડળીનું મકાન બનાવવાના હેતુસર પરવાનગી આપેલ હતી અને તે મુજબ મંડળીએ મકાન બનાવ્યું છે. હવે મંડળીની બાકી રહેલી ૬૦ ચો.મી જમીનમાં અમૂલ ડેરી આણંદના સહકારથી કૃ.વિ.કેન્દ્ર બનાવવા પરવાનગી આપેલી છે. આ રૂમ બનાવવા ખેડા નગરપાલિકાએ ‘ના વાંધા પ્રમાણપત્ર’ પણ આપેલુ છે. છતાં કલેક્ટરના હુકમનો અનાદર કરીને તા. ૧૭મી ઓક્ટોબર ૨૦૧૭ના પત્રથી નોટીસ આપી બાંધકામ બંધ કરવા સૂચના આપતા દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોએ આ કામ બંધ કરી દીધુ હતું. તેમજ જરૂરી પુરાવાઓ પણ પાલિકામાં આપ્યા હતા. છતા પણ આ અંગે કોઇ જ મંજૂરી આપવામાં આવતી નથી. પાલિકામાં ચૂંટાયેલા સભ્યોને કારણે રાજકિય દ્વેશભાવથી આ મંજૂરી મળતી નથી તેવો આક્ષેપ પણ પશુપાલકોએ કર્યો છે. નગરપાલિકા ખેડાની હાલની બોડી તેમના સભ્યોનું સંખ્યાબળ જાળવી રાખવા તેમના દબાણવશ થઈ પરવાનગી આપતા નથી. જો આ બાબતે તા. ૧૧મી ઓગસ્ટ સુધી કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો, તા. ૧૩મીએ નગરપાલિકાની સામે ગ્રામજનો ભૂખ હડતાળ કરીશું તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

11મી સુધીમાં નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનો ભૂખ હડતાળ પર ઉતરશે..[:]