વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા આકાશ ઉર્ફ 19 વર્ષની આરતીકુંવર જયંતિભાઇ નામના કિન્નરે પોતાના ઘરમાં પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. આકાશ ઉર્ફ આરતીકુંવરે કિન્નર સમાજના કેટલાક કિન્નરોના ત્રાસથી આપઘાત કરી લીધો છે. આકાશ ઉર્ફ આરતીકુંવર સહિત અમો કિન્નરો પહેલાં બરાનપુરાના હિસ્સો હતા. બે વર્ષથી અમો બરાનપુરા કિન્નર સમાજમાંથી અલગ થઇ ગયા છીએ. અમો અમારી રીતે વસ્તીમાં ફરીને ઉઘરાણાં કરી ગુજરાન ચલાવીએ છે. આ અરસામાં કિન્નર સમાજના કેટલાક કિન્નરોએ કહ્યું હતું કે, અમારી સાથે રહેશો તો જ તમો વડોદૃરામાં ફરી શકો છો. પરંતુ, અમો અલગથી અમારી રીતે વડોદરામાં ફરીને ભેટ સ્વિકારીને ગુજરાન ચલાવીએ છે. આ બાબત કિન્નર સમાજના કેટલાકને પસંદ ન પડતા, તેઓ અમો અલગ થયેલા કિન્નરોને વડોદરામાં ન ફરવા માટે ધમકી આપે છે.