ઉજ્જૈનના ઓખલેશ્વર તથા ચક્રતીર્થ સ્મશાનમાં અષ્ટ મહાભૈરવ

ઉજ્જૈનમાં વિરાજિત છે અષ્ટ ભૈરવ, જાણો શું છે ભૈરવ નું મૂળ સ્થાન, કેવી રીતે કરે છે મૃત્યુતુલ્ય કષ્ટને સમાપ્ત
અગહન મહિનાની કૃષ્ણ પક્ષની આઠમ ભૈરવ જયંતીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે મધ્યરાત્રીમાં ભૈરવજીના જન્મની માન્યતા છે. મહાકાલની નગરીમાં ભૈરવ પૂજાની વિશેષ માન્યતા છે.

સ્કંદ પુરાણના અવંતી ખંડ ની અંતર્ગત ઉજ્જૈનમાં અષ્ટ મહાભૈરવનો ઉલ્લેખ મળે છે. ભૈરવ જયંતી પર અષ્ટ મહાભૈરવની યાત્રા તથા દર્શન પૂજાથી મનોવાંછીત ફળની પ્રાપ્તિ તથા ભયથી મુક્તિ મળે છે. ભૈરવ તંત્રનું કથન છે કે જો ભયથી મુક્તિ અપાવે તે ભૈરવ છે.

અષ્ટ ભૈરવનું મૂળ સ્થાન :

સ્મશાન તથા એની આસપાસનું એકાંત જંગલ જ ભૈરવનું મૂળ સ્થાન છે. સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન જ એક એવું સ્થળ છે, જ્યાં ઓખલેશ્વર તથા ચક્રતીર્થ સ્મશાન છે. અષ્ટ મહાભૈરવ એ જ સ્થાનો પર વિરાજમાન છે.

ભૈરવગઢમાં કાલ ભૈરવ,

દંડપાણી ભૈરવ

રામઘાટ પર આનંદ ભૈરવ

ઓખલેશ્વર સ્મશાનમાં વિક્રાંત ભૈરવ,

ચક્રતીર્થ સ્મશાનમાં બમ-બટુક ભરીવ,

ગઢકાલિકાની બાજુમાં કાળા-ગૌરા ભૈરવ મંદિર,

કાલિદાસ ઉદ્યાનમાં ચક્રપાણી ભૈરવ,

સિંહપૂરીમાં આતાલ પાતાલ.

ભૈરવ સાધનાથી પીડા મુક્તિ :

શનિ, રાહુ કેતુ તથા મંગલ ગ્રહ થી જે વ્યક્તિ પીડિત છે એને ભૈરવ ની સાધના જરૂર કરવી જોઈએ. જો જન્મકુંડળી માં મારકેશ ગ્રહો ના રૂપ માં જો ઉપર ના ચારેય ગ્રહો માં થી કોઈ એક નો પણ પ્રભાવ જોવા મળે છે તો ભૈરવજી ની પંચોપચાર પૂજા જરૂર કરવી જોઈએ. ભૈરવ ના જાપ, પઠનાત્મક તેમજ હવનાત્મક અનુષ્ઠાન મૃત્યુતુલ્ય કષ્ટ ને સમાપ્ત કરી દે છે.