ઉત્તર ગુજરાતમાં 20 વર્ષથી 732 નેતાઓ અને 22 હજારથી વધું નેતાઓ કોંગ્રેસ અને અન્ય પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતા. જેમાં પાટણ જીલ્લામાં બળવંતસિંહ રાજપૂત સિવાય કોઇ પુર્વ કોંગ્રેસીને ભાજપમાં જોડાયા બાદ ભારે ભરકમ હોદ્દો મળ્યો નથી. તેના વગર તમામ પક્ષપલટુઓ બેકાર બની ગયા છે. અમિત શાહ, નિતીન પટેલ અને નરેન્દ્ર મોદીએ સાથે મળીને બધાને બેકાર કરી દીધા છે. મુંગા રહો અને ચૂપચાપ સહન કરોનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
અલ્પેશ ઠાકોર વલખે ચઢી ગયા છે. તેમને પાવર જોઈએ છે અને ભાજપ તે આપવા તૈયાર નથી. ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરીએ હરીવીને તેની ગેમ કરી નાંખી છે. તેથી હવે તેણે ભાજપની સામે બોલવાનું શરૂં કર્યું છે.
ગુજરાત સરકાર દ્વારા ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણય ને અલ્પેશ ઠાકોર દ્વારા ખોટો ગણાવ્યો છે અને તીડ ની જેમ દારૂ પણ ગુજરાતમાં પ્રવેશી રહ્યો હોવાનું ચોકાવનારું નિવેદન અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે. જેના જવાબ માં પ્રદેશ પ્રવક્તા ભારત પંડ્યા એ જણાવ્યું હતુકે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય પ્રજન હિત માં છે.
અલ્પેશ ઠાકોર અને બીજા 2000 લોકો હમણાં જ જોડાયા હતા. કોંગ્રેસમાં જે તે પદ અને દબદબો ભોગવતા નેતા ભાજપમાં જોડાયા ત્યારથી ખાસ મેળવી શક્યા નથી. આ પૈકી કેટલાકને નિગમમાં ચેરમેન કે સભ્ય સાથે અન્ય હોદ્દા મળવાની વાત અધ્ધરતાલ રહી છે.
આવી સ્થિતિમાં ભાજપમાં જોડાયેલા ઉત્તર ગુજરાતના નેતાઓમાં
રાજકીય એપી સેન્ટર ગણાતા મહેસાણા જીલ્લામાં પુર્વ કોંગ્રેસી જીવાભાઇ પટેલ, રેખાબેન ચૌધરી, પી.આઇ.પટેલ, અજમલજી ઠાકોર, રામાજી ઠાકોર, રમીલાબેન દેસાઇ અને બી.એસ.પટેલે કેસરિયો ધારણ કર્યો હતો. આ નેતા કોંગ્રેસમાં અગાઉ ડેલીકેટથી માંડી સાંસદ સુધીના હોદ્દા પર હતા. સ્વાર્થ સાધવા અને પૈસાના જોરે ભાજપમાં સમય અને સંજોગો મુજબ જરૂરીયાતને આધિન જોડાઇ ગયા હતા.
નિગમની રાહ જોતા જીવાભાઇ પટેલ ભાજપના જાહેર કાર્યક્રમમાં ખુબ જ ઓછા નજરે ચડે છે. અલ્પેશ ઠાકોરને રાધનપુરની ચુંટણીમાં ઉમેદવાર સિવાય હજુ સુધી કોંગ્રેસની જેમ દબદબો ધરાવતો હોદ્દો મળ્યો નથી. આ સાથે જોધાજી ઠાકોર, રઘુ ઠક્કર અને બાબુભાઇ ચૌધરી સહિતના ભાજપમાં જોડાયા બાદ પાર્ટી કે અન્ય સ્થાને હોદ્દો મેળવી શક્યા નથી. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં મોટાગજાના કોંગેસના નેતા ભાજપમાં જોડાયા નથી.
ગુજરાતી
English




