ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, સતલાસણામાં 8 ઈંચ, ભાભર અને રાધનપુરમાં 7 ઈંચ વરસાદ

પાલનપુર, તા.01 

કચ્છ પાસે સર્જાયેલી વેલમાર્ક લોપ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાતાં સમગ્ર ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું હતું. 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સતલાસણા અને ભાભરમાં 7.5 ઇંચ તેમજ રાધનપુરમાં 7 ઇંચ ખાબક્યો હતો. તો હારીજમાં 4.5, પાટણ, દિયોદર અને કાંકરેજમાં 4 ઈંચ, સિદ્ધપુરમાં 3.5, વિસનગર, મહેસાણા, સરસ્વતી, સાંતલપુર અને શંખેશ્વરમાં 3 ઇંચ, ઊંઝા, બહુચરાજી અને ચાણસ્મામાં 2.5 ઇંચ તેમજ ખેરાલુ, વડનગર, જોટાણા, વિજાપુર, સમી, દાંતા, વડગામ અને સુઇગામમાં 2 ઇંચથી તેમજ કડીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ભારે વરસાદમાં કડી તાલુકાના માથાસુરમાં મકાન પડતાં લીલાબેન ધુળાભાઇ અને વિસતપુરામાં છજુ પડતાં ગોમતીબેન પ્રભુદાસ પટેલનું મોત થયું હતું. તેમજ એક મહિલાને ઇજા થઇ હતી. જ્યારે બહુચરાજીના રણછોડપુરામાં વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું. પાટણ શ્રમજીવી વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઇ હતી. સદનસીબે બાળકીનો બચાવ થયો હતો.
ઉત્તર ગુજરાતમાં વરસાદના આંકડા મીમીમાં

સતલાસણા 197
ભાભર 192
હિંમતનગર 189
ભિલોડા 183
વિજયનગર 170
વિજાપુર 140
ઈડર 126
રાધનપુર 125
કાંકરેજ 114
દિયોદર 109
પ્રાંતિજ 102
સિધ્ધપુર 95
દાંતા 91
હારીજ 80
શંખેશ્વર 79
પાટણ 78
ડીસા 78
ધનસુરા 78
બેચરાજી 76
વડગામ 74