ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા, પાલનપુર-આબુ રોડ બંધ કરવો પડ્યો

ઉત્તર ગુજરાત, તા:-૧૬

રાજ્યમાં દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 8 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, પાલનપુર, ડિસા અને દાંતા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અંબાજીમાં વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ ભેખડો ધસી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ અહીના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે, પાલનુર-આબુ હાઇવે પર એક સાઇડનો રસ્તો બંધ કરી દેવો પડ્યો છે, જેથી વાહન ચાલકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, વરસાદને કારણે નદીઓ અને અહીના ડેમમાં પાણીની આવક વધી છે, અનેક જગ્યાએ નદીઓમાં પુરની સ્થિતિ ઉભી થઇ છે.