અમદાવાદ,તા.૧૮
શહેરના ઉત્તર-પશ્ચિમઝોનમાં ટોરેન્ટ પાવરને અલગ-અલગ કારણોસર અમપા ઈજનેર વિભાગ દ્વારા રૂપિયા ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ છે.આમ છતાં આ પેનલ્ટીની આજ દિન સુધી વસુલાત કરાઈ નથી.
આ અંગે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખે કહ્યુ,સનસુર્યા એપાર્ટમેન્ટ,આલફાવન મોલ પાસે ટોરેન્ટ પાવર દ્વારા કેબલ નાંખવા રોડ ખોદી નાંખવામા આવતા સ્થાયી સમિતિએ ૩ મે-૨૦૧૮ના રોજ ઠરાવ કરીને પાંચ લાખ રૂપિયાની પેનલ્ટી કરી હતી.સામ્રાજય ટાવરની સામે પણ કેબલ આરઓ વગર નાંખવા સામે કંપનીને રૂપિયા એક લાખની પેનલ્ટી ૧૮ માર્ચ-૨૦૧૭ના રોજ ઠરાવ કરી કરાઈ હતી.આ તરફ થલતેજમાં વિલેજગામ બસસ્ટેન્ડથી જોગણીમાતાના મંદિર સુધીનો રોડ તોડવા બદલ ૨૨ જુન-૨૦૧૮ના રોજ કમિટીએ ઠરાવ કરી ટોરેન્ટને દસ લાખ રૂપિયા પેનલ્ટી કરી હતી.દુરદર્શન સામે ભુયંગદેવ રોડ તોડવા બદલ અને થલતેજમાં આરઓ વગર રોડ તોડવા બદલ અનુક્રમે રૂપિયા ૩૦ હજાર અને વીસ હજાર એમ કુલ મળીને ૧૮.૫૦ લાખની પેનલ્ટી કરાઈ હોવાછતાં તેની વસુલાત કરાતી નથી.