ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના સંગઠને કંગાળ હાલતનો ચિતાર રજૂ કરતી જાહેરાત પ્રકાશિત કરી

અમદાવાદ,તા:૨૦

આર્થિક સ્થિતિ એટલે સુધી કથળી ચૂકી છે કે હવે કેટલાંક ઉદ્યોગોના સંગઠનોએ અખબારોમાં જાહેરાત આપીને પોતાની વ્યથા અને કથા રજૂ કરવી પડી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી કાપડ ઉદ્યોગને સતત જાકારો મળતાં હવે આવા ઉદ્યોગકારો એટલા હતાશ થઇ ગયાં છેકે પૈસા ખર્ચીને પણ પોતાની વેદના રજૂ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના નાના નાના સંગઠન દ્વારા અખબારોમાં આવી જાહેરાત આપવામાં આવી હતીકે કાપડ ઉદ્યોગ સામે સૌથી મોટું સંકટ ઉભું થયું છેઃ ‘હજારો કામદારો નોકરી ગુમાવી રહ્યાં છે’ આ શિર્ષક હેઠળ જાહેરાત પ્રકાશિત થઇ હતી.

આ સંગઠનના વરિષ્ઠ ઉપાદ્યક્ષ મૂકેશ ત્યાગીએ સમગ્ર ઉદ્યોગનો ચિતાર ખૂબ જ વ્યથિત હ્રદયે આપતાં કહ્યું છેકે કાપડ ઉદ્યોગ ચારેકોરથી ભીંસાઇ ગયો છે. નાના નાના ઉદ્યોગકારો પોતાના ધંધા વ્યવસાય કઇ રીતે સાચવવા તેની વિમાસણમાં છે. સૌથી મોટી કરૂણતાએ છેકે જે કામદારોના પરસેવાથી મિલો સતત ધમધમતી રહેતી હતી તે જ કામદારો હવે ધીમેધીમે નોકરી ગુમાવી રહ્યાં છે. સરકાર દ્વારા સતત ઉપેક્ષાને કારણે વ્યથિત આ ઉદ્યોગે હવે બાંયો ચઢાવવા માંડી હોય તેમ લાગે છે. ઉદ્યોગકારોએ કહ્યું છેકે સરકાર હવે આ ઉદ્યોગ પર મહેરબાની કરે તો સારૂ અને કાચામાલની નિકાસમાં વધારો થાય તે જરૂરી છે. મૂકેસ ત્યાગીએ કહ્યું હતુંકે આ વર્ષે ઉદ્યોગ 80 કરોડનો પણ કુલ કપાસ ખરીદી શકે તેવી સ્થિતિમાં નથી. ઉદ્યોગની કંગાળ હાલત ઉપર પ્રકાશ પાડતાં મૂકેશ ત્યાગી કહે છેકે ચાલુ વર્ષમાં અપ્રિલથી જૂન સુધીમાં સુતરાઇ કાપડની નિકાસ પાછલા વર્ષોની સરખામણીમાં 35 ટકા ઘટી ગઇ છે. તેમણે સરકારને એક વિનંતી કરી છેકે ભારતે શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે દક્ષિણ એશિયા મુક્ત વ્યાપર ક્ષેત્રની સમજૂતી કરી છે. પરંતુ કમનસીબે આ સમજૂતીના નામે ભારતમાં ચીની ફેબ્રિક ઘૂસી રહ્યું છે. જેને લઇને કાપડ ઉદ્યોગ ઉપર વિપરતી અસર પડી રહી છે. પરંતુ જો ભારત આ મામલે તેના ઉત્પાદનને કેટલીક શરતોને આધિન ભારતમાં પ્રવેશ કરવા દેવો જોઇએ જેથી તેમના ઉત્પાદનમાં ભારતનો કાચામોલા વપરાય અને તેને કારણે નિકાસ વધે. નિકાસ વધવાને કારણે કાપડ ઉદ્યોગને  ફાયદો થઇ શકે તેમ છે. બાગ્લાદેશમાંથી રેડીમેડ કપડાંની ભારત ખરીદી કરી રહ્યું છે ત્યારે તેની સાથે પણ સમજૂત કરવાની જરૂર છે અને ચીનમાં ભારતીય કપાસ ઉપર લગતો સાડાત્રણ ટકા કર રદ કરી નાંખવો જોઇએ જેથી નિકાસમાં વધારો થઇ શકે .પરંતુ ઉદ્યોગકારોની આ માગણીને સરકાર ગણકારતી જ નથી,

ગુજરાતના કાપડ ઉદ્યોગની પણ કંગાળ હાલતને કારણે અનેક લોકો રોજી રોટી ગુમાવી રહ્યાં છે. ખાસ કરીને સૂરત ટેકસટાઇલ્સ ઉદ્યોગમાં બહારના રાજ્યોમાંથી આવતાં કામદારોની હાલત એટલી કફોડી બની ગઇ છે કે તેમને હવે પોતાના વતનમાં પાછા ફરવાનો વારો આવી રહ્યો છે. સૂરત રેલવે સ્ટેશન ઉપર પણ આવા પરત જનારા મજૂરોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર , રાજસ્થાન  અને ઓરિસ્સામાંથી આવેલા મજૂરો પણ મોટાપાયે પરત ફરી રહ્યાં છે. અત્યાર સુધીમાં પચાસ હજારથી વધુ કામદારો ગુજરાતમાંથી પોતાના રાજ્યમાં પરત ફરી ગયાં છે. જે આંકડો હવે વધી જશે. ત્યારે હવે સ્પષ્ટ છકે ગુજરાત બાદ હવે અન્ય રાજ્યોમાં પણ ચાલી રહેલા નાના મોટાપાયેના કાપડ ઉદ્યોગ મંદીનો માર સહન કરી રહી છે. હેવે તો સરકાર જાગે તોજ ઉધ્ધાર થશે કાપડ ઉદ્યોગનો ..