ઉદયપુરમાં હર્ષ પેલેસ હોટલમાં ગુજરાતી વેપારી, તેની પત્ની અને બે બાળકો સહિત ઝેર પી લીધું હતું. સામૂહિક આત્મહત્યામાં મોડાસાના વેપારી મિનેશ(50), પત્ની દામિની(49)નું હોટલમાં મોત થયું હતું. તો દીકરો નંદ(17) અને દીકરી કૃતિ(15)ની હાલત થોડા દિવસ પહેલ ગંભીર હતી.
ઠંડા પીણામાં ઝેર ભેળવીને પીનારા ગુજરાતી પરિવારના બંને બાળકોનો જીવ ડૉક્ટરે બચાવી દીધો છે. પોલીસે બાળકોના માતા-પિતાનું પોસ્ટમોર્ટમ કરેલું શબ તેમના પરિવારને સોંપી દીધા હતા. પરિવાર શવની સાથે બાળકોને પણ ગુજરાત લઈ ગયા છે.
બાળકોનું કહેવું છે કે, તેઓ જ્યારે બાથરુમમાંથી બહાર નીકળ્યા તો ટેબલ પર કોલ્ડ ડ્રિંક્સના ગ્લાસ હતા. તેમના માતા-પિતાના કહેવા પર તેમણે કોલ્ડ ડ્રિંક્સ પીધું હતું. પણ વાસ આવતા અડધું પીધુ હતું.
10 ડિસેમ્બરે મોડાસાથી સીધા નાથદ્વારા ગયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ 11 ડિસેમ્બરે બપોરે ઉદયપુર પહોંચ્યા હતાં. રિક્ષામાં હોટલ આવ્યા હતા. વિધિનું કહેવું છે કે ઉલટી થતાં તે રિશેપ્શન પહોંચી અને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું.
હોટલના રુમમાંથી કૃષિ પાક પર છાંટવાની જંતુનાશક દવા મળી છે, જેના પર ગુજરાતીમાં જ લેબલ લગાવાયું હતું. કદાચ મૃતક દંપતિ તેને સાથે લઈને આવ્યા હતા. પોલીસે જ્યારે દંપતિના પરિવારને આત્મહત્યાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું તેમના માથે દેવું હતું.
રિશેપ્સન પર કહ્યું હતું કે કલાક આરામ કર્યા બાદ તેઓ ફરવા નીકળશે. કલાક બાદ વેપારીની દીકરી રિશેપ્શન પર પહોંતી અને હોટલના સ્ટાફને ડૉક્ટરને બોલાવવાનું કહ્યું. તેના મોઢામાંતી ફીણ નીકળી રહ્યું હતું. હોટલે તરત જ પોલીસને જાણ કરી હતી. વેપારી અને તેની પત્ની જમીન પર પડ્યા હતા.