ઉનળો શરૂં થતાં જ પીવાના પાણીની કટોકટી ઊભી થશે

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો પડવાના કારણે કેટલાક જિલ્લાઓમાં પાણીની અછત વર્તાઈ રહી છે. પાણીની અછતના કારણે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને જળસંકટનો સામનો કરવો પડશે તેવા એંધાણ અત્યારથી દેખાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યાના અનેક જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં પાણી તળીયે પહોંચી ગયું છે. સરકાર દ્વારા પાણી કાપની શરૂઆત કરવામાં આવી છે અને અઠવાડિયામાં માત્ર 3થી 4 દિવસ જ પાણી આપવામાં આવી રહ્યુ છે.

જુનાગઢ, પોરબંદર અને રાજકોટના જળાશયોમાં 10 ટકા જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે. આ ઉપરાંત અમરેલી અને જામનગરમાં બનાવવામાં આવેલા ડેમોમાં પણ 10 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે તેમજ કચ્છના મોટાભાગના જળાશયોમાં 11.42 ટકા જ પાણી બાકી રહ્યું છે.

ગુજરાતના જળાશયોમાં રહેલા પાણીના જથ્થાની વિગત નીચે પ્રમાણે છે.

166 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.
10 જળાશયોમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો છે.
13 જળાશયોમાં 80થી 90 ટકા પાણી છે.
14 જળાશયોના 90 ટકા કરતા વધારે પાણી છે.
રાજ્યના 34 ડેમોમાં પાણીના તળીયા દેખાઈ ગયા છે
166 ડેમોમાં 70 ટકા કરતા ઓછું પાણી છે.
હજુ તો ઉનાળો આવ્યો નથી અને ગુજરાતમાં મોટાભાગના ડેમો અને જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો થઈ ગયો છે, ત્યારે હવે આ બાબતે સરકાર જનતા માટે કયા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ ઊભી કરે છે, તે તો આવનારા દિવસોમાં જ જાણવા મળશે.