ઉનાના સમુદ્રના ઉછળતા મોજામાં બે બોટોની જળસમાધિઃ માછીમારોનો આબાદ બચાવ

ઉના,તા.27 સમુદ્રમાં સર્જાયેલા ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ  હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ તોફઆની  થયો છે   સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવાયું છે. ઊનાના તોફઆની દરિયામાં આજે બે બોટે જળસમાધિ લીધી હતી. સૈયદ રાજપરા ગામના દરિયામાં બે બોટ ડૂબી હતી. સદનસીબે બન્ને બોટના ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે.બંદરોને વોર્નિંગ આપી દેવામાં આવી છે અને 2 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યુ છે. દ. ગુજરાતના દરિયામાં માછીમારોને 24 કલાક સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી દેવામાં આવી છે. પણ જે બોટ પહેલેથી દરિયામાં જઈ ચઢી છે તેમનું કિનારે પરત આવવું મુશ્કેલ પડી રહ્યુ છે. કેમ કે, દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.