ઉપલેટામાં કોંગ્રેસ ધારાસભ્ય વસોયાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં રેલી યોજી

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ખેડુતોને પાક વીમામાં વીમા કંપની દ્વારા અન્યાય કરાતો હોઈ ન્યાય આપવા માટે પગલાં લેવાં બાબતે ઉપલેટા ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ પોતાના કાર્યકર્તાઓ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે તેઓએ અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર રેલી પણ કાઢી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ રાજ્ય સરકારની હાય હાય બોલાવી હતી. સાથે સાથે વર્તમાન રાજ્ય સરકારને ખેડૂત વિરોધી સરકાર પણ ગણાવી હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજરોજ તાલુકા પંચાયતથી મુખ્ય માર્ગો પર રેલી કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિવિધ માર્ગો પર ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયા તેમનાં ટેકેદારો અને ખેડૂતો સાથે નીકળ્યાં હતાં અને ઉપલેટા તાલુકામાં હાલનાં વર્ષ ૨૦૧૮-૧૯ નિષ્ફળ ગયું હોવાથી ખેડુતોનો પાક નિષ્ફળ ગયો છે. આ મામલે ખેડુતોને પાક વીમો આપવા સર્વે કરવાં માંગણી કરી હતી. ઉપલેટા તાલુકામાં ખાનગી વીમા કંપની દ્વારા વીમાનું પ્રિમિયમ પણ ઉઘરાવવામાં આવ્યું છે અને આ ખાનગી કંપની ખેડુતોને નુકસાની આપવાની જવાબદારીમાંથી છટકવા માટે ખોટું કરવામા આવી રહયું હોવાની દહેશત પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જે ખેતરોમાં સર્વ નંબર આવેલ છે જે ઇરાદાપૂર્વક પીયત પાક કરેલ તેવાં ખેતરો આવેલાં છે. વીમા કંપનીએ ઉપગ્રહ ઉપથી તાલુકાનાં પાંચ ટકા ખેતરો જે નદી કાંઠેના છે અને જે ખેતરોમાં કૂવા છે, એવાં ખેતરો ની ચકાસણી કરીને સર્વે અને ક્રોપ કટિંગ કરાવ્યાં છે. જેથી રેકર્ડ ઉપર દુષ્કાળ ન આવે તેવા ખેતરોનાં ક્રોપ કટિંગ કરવાનો નિર્ણય વીમા કંપની દ્વારા કરવામાં આવ્યો છે. તેમની સ્થિતિ શું છે ક્રોપ કટિંગ અને વિમા કંપની દ્વારા અન્યાય કરાતો હોય જેનાં સંદર્ભમાં આજરોજ તાલુકા પંચાયતથી મુખ્ય માર્ગ અને ગલી શેરીમાં ખેડુતો દ્વારા અને કોગ્રેસ દ્વારા સરકારની અને કંપનીની નીતિથી ખેડુતો નારાજ થયાં છે. જેનાં વિરોધમાં ધોરાજીનાં ધારાસભ્ય સહિત ખેડૂતોએ આજે અર્ધનગ્ન હાલતમાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર વિરુદ્ધ પોસ્ટરો લગાવીને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ઉપલેટા પોલીસ દ્વારા લલિત વસોયા અને કોગ્રેસનાં આગેવાનો સહિત ખેડૂતોની અટકાયત કરી હતી.
ખેડૂતોનાં પ્રશ્ને રાજ્ય સરકારનું ઉદાસીન વલણ આવનારા દિવસોમાં કેવો રંગ લાવે છે તે જોવું રહ્યું.