ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
ગુજરાત સરકાર પોતાની કોલેજો ઊભી ન કરી શકતાં ખાનગી કોલેજો વધી જતાં તેની ફી ઊંચી થઈ ગઈ છે. તેથી 6 લાખની આવક ધરાવતા અને પછાત વર્ગોના વિદ્યાર્થી માટે લોન આપવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે તો છે પણ તેમને નોકરી મળતી નથી. તેથી યુવાનો રોજગારીની માંગણી સાથે સરકારી નોકરી આપવાની અને ભણતર સસ્તું કરવા આંદોલનો કરી રહ્યા છે. ગુજરાત સરકારે 7 જાન્યુઆરી 2020માં તેથી જાહેર કર્યું છે કે ઊંચી ફીના કારણે સરકાર પર રૂ.780 કરોડનું ભારણ આવ્યું છે. 2 લાખ વિદ્યાર્થીઓને વ્યક્તિ દીઠ રૂ.40 હજારની ફી સરકારે ભોગવવી પડે છે. પ્રજાએ સરકારને આવેલા નાણાંમાંથી આ રકમ ચૂકવવે છે. પ્રજા પાસેથી લઈને પ્રજાને ચૂકવે છે. વિદ્યાર્થીઓને સરકાર કેવી આર્થિક મદદ કરે છે. પણ યુવાનો ભણીને આજે રોજગારી માંગી રહ્યાં છે. તેથી તેઓ રોજગારી કેટલી સરકારે આપી તેની વિગતો જાહેર કરવાની માંગણી કરે છે.
ગુજરાતમાં યુવા સ્વાવલંબન યોજના હેઠળ 4 વર્ષમાં રૂા. ૬ લાખથી ઓછી આવક ધરાવતા કુલ ૧,૯૯,૩૮૩ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આર્થિક લાભ આપવામાં આવ્યો છ. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં આ યોજના હેઠળ રૂા. ૭૮૦ કરોડની વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક રૂા. ૬ લાખથી ઓછી આવક ધરાવતા ૧૬,૫૧૬,વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૨,૭૪૪ વર્ષ ૨૦૧૭-૧૮માં૪૬,૬૨૫ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૬,૫૮૧ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ માં અત્યારા સુધીમાં ૪૬,૯૧૭ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે. આ પ્રક્રિયા હાલમાં પણ ચાલુ હોય તેમા વધારો થશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂપિયા ૭૮૦ કરોડની સહાય વિદ્યાર્થીઓને ચુકવાઇ છે.
આ યોજનાના અમલીકરણ વર્ષ ૨૦૧૫-૧૬ શરૂઆતમાં ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક આવક રૂા.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના હેઠળ લાભ પ્રાપ્ત થતો હતો.વધુમાં વધુ તેજસ્વી અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭ થી ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક મર્યાદા આવક રૂા.૬ લાખનો સુધારો કરવામાં આવેલ છે. જેને પરિણામે, આ યોજનાની હકારાત્મક અસર એ પડી છે કે પછીના વર્ષે (૨૦૧૬-૧૭) દરમ્યાન લાભાર્થીઓની કુલ સંખ્યામાં લગભગ ૪૫% નો વધારો થયો છે.
યુવા સ્વાવલંબન યોજના હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૫૬૨૪ વિદ્યાર્થીનીઓને લાભ મળેલ જે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૨૩૦ થયેલ છે. એટલે કે ના અમલીકરણ પછીવાલીઓ પર ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪% જેટલો વધારો થયેલ છે. આ કારણોસર ગરીબ વિદ્યાર્થીનીઓ પણ આ સહાય મળવાના કારણે મનગમતા અભ્યાસક્રમ અને મનગમતી કોલેજમાં અભ્યાસ કરતા થયા છે.
સરકારી મેડીકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીનાં વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે. આ જોગવાઈના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન ૧૮ થી ૧૯ લાખ સુધીની સહાય ચુકવવામાં આવેલ છે.
MBBSઅભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન (૨૦૧૫થી ૨૦૧૯) કુલ રૂા. ૧૯,૨૬,૦૦૦=૦૦ શિષ્યવૃત્તિ ચુકવવામાં આવેલ છે.
આ યોજનાના અમલીકરણ વર્ષ ૨૦૧૫-૧૬ શરૂઆતમાં ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક આવક રૂા.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના હેઠળ લાભ પ્રાપ્ત થતો હતો.વધુમાં વધુ તેજસ્વી અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭ થી ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક મર્યાદા આવક રૂા. ૬ લાખનો સુધારો કરવામાં આવેલ છે.જેને પરિણામે, આ યોજનાની હકારાત્મક અસર એ પડી છે કે પછીના વર્ષે (૨૦૧૬-૧૭) દરમ્યાન લાભાર્થીઓની કુલ સંખ્યામાં લગભગ ૪૫% નો વધારો થયો છે.
આ યોજના હેઠળ જે વિદ્યાર્થીનીઓએ લાભ લીધો છે તેની વિગત જોઇએ તો વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૫૬૨૪ વિદ્યાર્થીનીઓને લાભ મળેલ જે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૨૩૦ થયેલ છે. એટલે કે ના અમલીકરણ પછીવાલીઓ પર ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪% જેટલો વધારો થયેલ છે. આ કારણોસર ગરીબ વિદ્યાર્થીનીઓ પણ આ સહાય મળવાના કારણે મનગમતા અભ્યાસક્રમ અને મનગમતી કોલેજમાં અભ્યાસ કરતા થયા છે.
સરકારી મેડીકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીનાં વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે. આ જોગવાઈના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન ૧૮ થી ૧૯ લાખ સુધીની સહાય ચુકવવામાં આવેલ છે.
ઉપરાંતમાન. શિષ્યવૃત્તિ યોજના હેઠળ ઓછી મહિલા સાક્ષરતા તાલુકાઓની કન્યાઓ, શહીદ જવાનોના સંતાનો, શ્રમિક વાલીના બાળકો, ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો, વિધવા/ ડીવાર્સી/ત્યકતા મહિલાના બાળકો, અનાથ બાળકો; કે જેઓ ધો-૧૨ની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસક્રમ અર્થે મેરિટનાં આધારે આર્થિક સહાય મળવાપાત્ર છે. એટલે કે ઉક્ત દર્શાવેલ ૦૭ કેટેગરીમાં સમાવિષ્ટ થતા બાળકોને માં ૫૦% ટ્યુશન ફી અને માન. શિષ્યવૃત્તિ યોજના હેઠળ બાકીની ૫૦% ટ્યુશન ફી મળી રહે છે
આ યોજનાની નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ ૨૦૧૭-૧૮થી તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. રાજ્યભરમાં ૨૫૦ જેટલા હેલ્પ-સેન્ટરો છે. વિદ્યાર્થીઓનેઅરજી કર્યા તારીખથી માત્ર ૨ મહિનામાં વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં DBT મારફતે સહાય જમા કરાવવામાં આવે છે. હેઠળ વર્ષ ૨૦૧૫ થી અત્યારસુધીમાં કુલ ૧,૯૯,૩૮૩ વિદ્યાર્થીઓને કુલ રૂા. ૭૮૦ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. આમ, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા તથા તમામ વર્ગના વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવા આ યોજના ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે.
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં આર્થિક પાસું નડતરરૂપ ન બને તે માટેના હરહમેશ પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરીયાતમંદ યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૧૫-૧૬ થી ‘ ‘ અમલમાં મુકવામાં આવેલ છે.