તાજેતરમાં થયેલ ધારાસભ્યોના પગાર વધારો અયોગ્ય છે. ખરેખર ધારાસભ્ય ની પોસ્ટ એ લોકો ની સેવા માટેની છે, જેમાં જનતાની મુશ્કેલીઓની પરવા કર્યા વિના ભાજપની રૂપાણી સરકારે ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લીધાં વિના કરેલો પગાર વધારો ખરેખર યોગ્ય નથી. સૌથી પહેલા ખેડુતો નું દેવું માફ કરવાનું વિધેયક પાસ કરવા ને બદલે એકાએક કરેલ પગાર વધારાથી હુ વ્યક્તિગત રીતે ખરેખર દુ:ખ ની લાગણી અનુભવું છું. એકબાજુ ખેડુતો, ફિક્સ પગારદાર ઉપરાંત જનતા મોંઘવારી ના મારથી ત્રસ્ત છે, પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાને ભાજપ સરકાર અંકુશ નથી કરી શકતી ત્યાં ધારાસભ્યોનો પગાર વધારોએ જનતાને પડેલ મોંઘવારીના ઘા પર મીઠુ ભભરાવા સમાન છે. કરોડપતિ ધારાસભ્યોના પગાર વધારાને અનુચિત છે, ખરેખર સરકારે પગાર વધારો ધારાસભ્યોની આવકને જોઈને કરવો વધારે ઉચિત છે. ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે ધારાસભ્યોનો પગાર વધારો એ જનતાને પડેલ મોંઘવારીના ઘા પર મીઠુ ભભરાવા સમાન ગણાવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે, અને મોંઘવારીએ માજા મુકી છે. ભાજપના શાસનમાં જીવન જરુરી ચીજવસ્તુઓ જેવી કે ગેસ સિલિન્ડર, દૂધ અને દાળના ભાવો પણ આસમાને છે. રેલ્વેના ભાડા અને પ્લેટફોર્મ ટિકિટના દરોમા વધારો કરાયો છે. બેરોજગારી આંકડાની જ માયાજાળ બિછાવી જનતાને ભ્રમિત કરવામાં આવે છે. પણ તેઓ પોતાનો પગાર ગરીબોને આપવા તૈયાર નથી.