[:gj]રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાયા [:]

The negligence and recession of the rupees led to the collapse of 5 power projects worth Rs 35,000 crore

[:gj]ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020

ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ  વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે.

ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉત્પાદક કંપનીઓએ તેમના કરોડો રૂપિયાના મૂડીરોકાણના વીજ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, મંદી અને નાણાકીય ખેંચના કારણે પડતા મૂક્યા છે. રૂપાણી ગુજરાતમાં ઉદ્યોગોને સહાય કરવામાં સાવ નિષ્ફળ ગયા છે. ઉદ્યોગો પાછા આવે તે માટે રાજ્યના નાણાં પ્રદાન નીતિન પટેલ કે ઉર્જા પ્રધાન સૌરભ પટેલને રસ નથી. જે ભાજપનું આંતરિક રાજકાણ દેખાય છે. રાજકીય ઇચ્છાશક્તિ નહીં હોવાથી ઉદ્યોગોને સરકાર રક્ષણ આપી શકતી નથી.

સરકારની વિલંબ નીતિના કારણે પણ ઉદ્યોગો જતા રહે છે.

કોલકત્તાની વીસા પાવરે 2007માં અમરેલીના પીપાવાવમાં 1050 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ શરૂ કરવા એમઓયુ સાઇન કર્યો હતો. આ કંપની તેના પ્રોજેક્ટમાં 4000 કરોડનું મૂડીરોકાણ કરવા માગતી નથી.

અમદાવાદના ટોરેન્ટ પાવરે પીપાવાવમાં આ જ વર્ષમાં 2000 મેગાવોટનો પાવર પ્રોજેક્ટ કરવા કરાર કર્યો હતો અને તેમાં 8000 કરોડ રૂપિયાનું માતબર મૂડીરોકાણ હતું.

જેએસડબલ્યુ એનર્જીએ 2009માં જૂનાગઢમાં 1400 મેગાવોટના પાવર પ્રોજેક્ટ સાથે 7000 કરોડનું રોકણ નક્કી કર્યું હતું.

અદાણી પાવર દ્વારા 2007માં ભરૂચના દહેજમાં 2000 મેગાવોટના પ્રોજેક્ટ માટે 8000 કરોડ રૂપિયાનું તેમજ આ જ કંપનીએ 2009માં અમદાવાદના ધોલેરામાં 2000 મેગાવોટના વીજ પ્રોજેક્ટ માટે રૂ.9000 કરોડનું મૂડીરોકાણ કરવા કરાર કર્યા હતા. જેમાં કંઈ થયું નથી.[:]