ભરત સોલંકીની મેટર છે. તેમને મેં 2017માં રજુઆત કરી હતી. તેમણે મને એવું કરેલું કે, પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. એક કરોડમાં ટિકિટ વેચાતી હતી. પણ મને તો ટિકિટ હાર્દિક પટેલે આપી હતી. હું મારા બળ-તાકાતથી જીતી હતી. ભરત સોલંકી એક વખત પણ મારી બેઠક પર પ્રચાર કરવા આવ્યા ન હતા. કારણ કે મને હરાવવા નારણ કાકાના લાયજીનીંગમાં હતા. તોય હું લડી હતી. કે સી પટેલ મહેસાણાના ઈન્ચાર્જ હતા. ઠાકોરોને પહેલી લાઈનમાં બેસાડે અને અમારે બીજી હરોળમાં બેસવું પડતું હતું. તેથી મારે ઝઘડવું પડતું હતું. 9 ઠાકોર અને 2 દરબારને મહેસાણામાં ટિકિટ આપી હતી. એવું તે કઈ રીતે ચાલે.
આ રીતની વાતચીતની એક ઓડિયો ટેપ ઊંઝામાં વાયરલ થઈ હોવાથી ઠાકોર સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો છે. અલ્પેશ ઠાકોરને કહ્યું હોવા છતાં તે હવે ભાજપના ખોળે બેઠો હોવાથી અને તેણે શંકર ચૌધરી પાસેથી રૂ.20 કરોડ એજવાન્સ અને ઉત્તર ગુજરાતમાં 4 બેઠક કોંગ્રેસ હારે એટલે બીજા રૂ.50 કરોડ ભાજપ આપવાનું છે. એવો રૂ.90 કરોડ લીધા હોવાના આરોપ બાદ હવે આ વિડિયો બહાર આવતાં ભાજપ માટે ગંભીર સ્થિતી ઊભી થઈ છે. સમગ્ર મહેસાણામાં તે અંગે વિરોધ થઈ રહ્યો છે. આશા પટેલનો ઓડિયો સમગ્ ઉત્તર ગુજરાતમાં દરેક મોબાઈ ફોનમાં વાયરલ થઈ ગયો છે. પોતે રૂ.90 કરોડ લીધા હોય તો તે ભરવા માટે એક રૂમ જોઈએ એવું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું. ત્યારે તેમની સામે પડી ગયેલા લોકોએ કહ્યું હતું કે, અમદાવાદમાં રૂ.5 કરોડનો બંગલો લીધો તે પૈસા ભરવા માટે પણ એક રૂમની જરૂર પડી હશે.