ઊંઝામાં કેન્દ્રીય એજન્સીઓએ પણ તપાસ શરૂં કરી

ઊંઝામાં દરોડો પાડનાર ગુજરાતના અધિકારીઓ પર રાજકીય દબાણ આવતાં હવે કેન્દ્રીય CST-GST અધિકારીઓ સક્રિય થયા છે. તેઓ આ દરોડા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. કારણ કે સૌથી વધું નુકસાન કેન્દ્ર સરકારને થયું છે. ગુજરાતના અધિકારીઓ પાસેથી દરોડાની વિગતો અને રેકર્ડ માંગશે. જોકે, કેન્દ્રના અધિકારીઓએ કેટલાંક જાણકારોને દિલ્હી બોલાવ્યા હતા. આ માહિતી આપનારાઓએ થોકબંધ પૂરાવા અને દસ્તાવેજો આપ્યા છે.

સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભગે, ઊંઝામાં જીરુ, વરિયાળી અને મસાલાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સની પેઢીઓ અને ઘર સહિત 37 સ્થળે સાગમટે દરોડા પાડીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કરોડોના જીરુ કૌભાંડમાં 14 વેપારીઓમાં અમદાવાદના 2 અને ઉંઝાના 14 વેપારી અને 15 ટ્રાન્સપોર્ટર્સની સંડોવણી જોવા મળી છે. ખોટા ઈ- વે બિલ જનરેટ કરીને, ઈ- વે બિલ રદ કરીને તેમજ એક જ ઈ- વે બિલ પર બે- ત્રણ ટ્રક મોકલીને કરચોરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે. જીએસટી અધિકારીઓની 40 ટીમો 24 ગાડીઓના કાફલા સાથે એકસાથે ઊંઝા- ઉનાવામાં 29 એપ્રિલ 2019માં ત્રાટકી હતી.

ભાજપની એ નેતી કોણ ?

તપાસને અંતે કરોડોના કરચોરી કૌભાંડમાં ભાજપની નેતીની સંડોવણી બહાર આવી છે. તેણીએ આ કૌભાંડને રૂ.3 હજાર કરોડનું નહીં પણ રૂ.30 કરોડનું બતાવવા GST અધિકારીઓ પર દબાણ કર્યા બાદ તપાસ ધીમી પડી ગઈ છે. નેતીના ફોનને પગલે ખરીદી ડિસકવોલીફાઈડ કરવાની તપાસ પર બ્રેક વાગી ગઈ છે. કૌભાંડ ઓછું બતાવવા માટે અધિકારીઓને મોટી રકમની લાંચ આપવાની પણ પ્રયાસ કરાયો હતો.

સંજય શંકર ફરાર

દરોડો પડવાનો હોવાની આગલે દિવસે જાણ થઈ જતાં ઊંઝા ગેંગના સંજય માધા અને શંકર નામના બે શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જ્યારે મિલન બંધુ હાજર રહ્યા હતા. મિલન બંધુએ જીએસટીના અધિકારીએ શરૂઆતમાં દોઢ કરોડની ઓફર કરી હતી. પરંતુ અધિકારીએ મચક ના આપી આખરે રાજકીય દબાણ લાવવામાં આવ્યું હતું.

સરકારમાં ફરિયાદ

કૌભાંડી મિલન બંધુએ ઈ બિલોમાં માલનું વેચાણ કરી માલ પહોંચાડયો હતો. એજ માલની ખરીદી બતાવી માત્ર બિલ ઊંઝામાં મંગાવ્યું પણ માલ નહીં. આ રીતે રિબેટ લઈને ખરીદી ડિસકવોલીફાઈડ કૌભાંડ બન્યું હતું. ખરીદી ડિસકવોલીફાઈડ ત્યારે જ થાય જ્યારે જીએસટીના અધિકારીઓ કૌભાંડીઓ પાસે ઈ બિલ ખરીદી મુજબ માલ કઈ ટ્રાન્સપોર્ટમાં આવ્યો, ટ્રાન્સપોર્ટરનું નામ,બેંક એકાઉન્ટ, ટ્રકનો નંબર વગેરે બાબતો તપાસ થશે પછી સમગ્ર મામલો બહાર આવી શકે છે.

ઊંઝામાં કેટલાક દિવસથી જીએસટી ચોરીમાં સંજય માધા, ધર્મો મિલન, સંજય ઉર્ફે શંકર, જીતુ મિલિન, જગો બારોટ સહિતના લોકો સંડોવાયેલા હોવાની ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી. આથી જીએસટી દરોડામાં આજે રાજ્ય બહાર માલ મોકલતા ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા પાડ્યા હતાં. અને ઇવે બિલ, સ્ટોક વેરિફિકેશનની તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી અને તમામ સામે કડક કાર્યવાહી કરાશે..

ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ કોણ

ઊંઝાના 15 ટ્રાન્સપોર્ટર્સમાં જીયા રોડલાઈન્સ, જય માતાજી રોડલાઈન્સ, સાંઈ રોડલાઈન્સ, સદગુરુ લોજીસ્ટિક, ન્યુ સિદ્ધી ટ્રાન્સપોર્ટ, વૈજનાથ ટ્રાન્સપોર્ટ, ઊંઝા રાયપુર ટ્રાન્સપોર્ટ કંપની, મિલાપ ટ્રાન્સપોર્ટ કેરિયર્સ, અંશ ટ્રાન્સપોર્ટ કંપની, યાદવ રોડલાઈન્સ, દિગ્વિજય ફ્રેઈટ કેરિયર, મંથન ફ્રેઈટ કેરિયર, શક્તિ ટ્રાન્સપોર્ટ કંપની, મણીબા રોડલાઈન્સ, ઓમ ટ્રાન્સપોર્ટનો છે. તપાસમાં બીજા ટ્રાન્સપોર્ટરો અને વેપારી પેઢીઓ મળી આવે એવી શક્યતા છે.

અમદાવાદના બે વેપારી મે.લક્ષ્મી ટ્રેડર્સ અને મે. જગન્નાથ સેલ્સ કોર્પોરેશન તેમજ ઉંઝાના 15 વેપારીઓ એમ. પી. કોમોડિટીઝ પ્રા.લિ., મહારાજા સ્પાઈસીસ, યુ. એન ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, શીતલ ટ્રેડર્સ, રાકેશ એન્ટરપ્રાઈઝ, શીવસન ઈન્ટરનેશનલ, વી. કુમાર એન્ડ કંપની, મેહુલ ટોબેકો, જય હેથ એન્ટરપ્રાઈઝ, વંશ એન્ટરપ્રાઈઝ, આર્યન એન્ટરપ્રાઈઝ, પટેલ કમલકુમાર રમણભાઈ, વીર ટ્રેડર્સ અને વીર ટ્રેડર્સ કહોડા, ઉંઝા, તથા મેહુલ ટોબેકો ઉનાવાનો સમાવેશ થાય છે.

ટ્રક પકડવાની જાણ જીએસટીને પોલીસે કેમ ન કરી

તાજેતરમાં પોલીસે અમદાવાદના વેપારી મે. લક્ષ્મી ટ્રેડર્સની જીરુ ભરેલી ટ્રક પકડીને તપાસ કરતાં તેમાં ખોટું ઈ- વે બિલ જનરેટ કરીને માલ મોકલતો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે સ્ટેટ જીએસટી વિભાગને જાણ કરી ન હતી. ખોટા ઈ- વે બિલ બનાવીને પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ટ્રકો મોકલવાનું આ કૌભાંડ છે.