ઊંઝામાં GSTનું ગુજરાતનું સૌથી મોટું ઓપરેશન, 24 સ્થળે દરોડા

ગુજરાતના આજ સુધીના સૌથી મોટું GST સર્ચ ઓપરેશન ઊંઝામાં આજે સવારથી હાથ ધરાયું છે. જેના પર વેચાણ વેરા કમિશ્નર પી ડી વાધેલા અને નાણાં પ્રધાનની સીધી દેખરેખમાં કડક અધિકારી શુક્લ દ્વારા તપાસના કરવાના આદેશો કરાયાછે. રાજકોટ કરતાં પણ મોટું બોગસ બિલિંગ કૌભાંડ હોવાની શક્યતા છે. વેરા કૌભાંડના પડદા પાછળના સૂત્રધાર છટકી જશે. કારણ કે તે બીજાના નામે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનાં રૂ. 3000 કરોડ જેવી રકમના વેરાના નાણાં પોતે લઈ લીધા છે. આ નાણાંથી ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક રાજકીય પક્ષના ઉમેદવારને જીતાડવા માટે આ નાણાં વપરાયા હોવાનું માનવામાં આવે છે.

સંજય માધાની કચેરીમાં, ઘરે અને 24 ટ્રાન્સપોર્ટરોને ત્યાં દરોડા. પણ અસલી ગેંગ લીડર છટકી ગયો છે. જે દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં જીરૂ વરીયાળી અને મસાલા ટ્રાન્સપોર્ટ દ્વારા બેગણા ભાડા વસુલીને મોકલવાનું અને નકલી જીરૂ બનાવવાનો ધંધો આ ગેંગ કરતી હોવાનું વેપારીઓએ સરકારને માહિતી આપી હતી.

24 ગાડીઓ સાથે એશિયાના સૌથી મોટા મસાલા બજારમાં ઊંઝામાં દરોડા સવારથી પડ્યા છે.

ઊંઝામાં 6 હજાર રાજસ્થાની મજૂરો અને પંટરો મતદાન કરવા રાજસ્થાન ગયા છે તેથી ઊંઝા બજાર બંધ છે
ગઈ કાલે પણ બોગસ બિલિંગની ટ્રકો ભરીને દક્ષિણ ભારતમાં માલ મોકલવામાં આવ્યા હોવાની જાણકારી છે.

ઊંઝા અને ઉનાળામાં દરોડા. 60 ટીમ બનાવીને દરોડા પાડવાનું આયોજન એક અઠવાડિયાથી ચાલતું હતું.

મુખ્ય સુત્રધારને ત્યાં દરોડા પડેલા ન હોવાનું વેપારીઓ માની રહ્યા છે.

બોગસ બિલિંગ કૌભાંડમાં 4000 પાનાના પુરાવા ઓન લાઇન મળી આવ્યા છે.

મુખ્ય સુત્રધાર દ્વારા ધંધો બીજાના નામે ચાલતો હોવાથી મુખ્ય સુત્રધારને બચાવવા રાજકીય દબાણ છે.

પાંચ સભ્યોની ગેંગને કોઈ જાણભેદુએ બે દિવસથી જાણ કરી દેતાં અનેક દસ્તાવેજો સગેવગે કરી દેવાયા હતા.

રાજકોટ કરતાં પણ મોટું વેરા ચોરી કૌભાંડ 2 હજાર કરોડથી પણ વધે તેવી શક્યતા.