૧પ નવેમ્બરે અમદાવાદ જિલ્લાના અસલાલીથી કરાવશે. સવારે ૯/૩૦ કલાકે કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી
મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ એકતા યાત્રાને પ્રસ્થાન કરાવવાના છે. આ એકતા યાત્રાનો બીજો તબક્કો આગામી તા. ર૦ નવેમ્બર સુધી રાજ્યમાં યોજાવાનો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં તા. ર૦ ઓકટોબરથી તા. ર૯ ઓકટોબર સુધી
એકતા યાત્રાના પ્રથમ તબક્કામાં પ૯ એકતા રથ દ્વારા ૩૩ જિલ્લાના ૧૭૧ તાલુકાઓ અને પ૪૭૧
ગામડાંઓ તથા ૬ મહાનગરોના ૧૩૧ વોર્ડને આવરી લેવાયા છે.
રાષ્ટ્રની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના એકતાના સંદેશને જનજનમાં
ઊજાગર કરવા યોજાઇ રહેલી આ એકતા યાત્રાના પ્રથમ ચરણમાં ગ્રામીણ, શહેરી વિસ્તારોના કુલ
૧૬ લાખ પ૩ હજાર નાગરિકોએ દેશની એકતા માટેના શપથ લીધા છે.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં અસલાલીથી આવતીકાલે શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા
ચરણમાં અમદાવાદ જિલ્લાના ૪પ ગામોને પણ આવરી લેવાશે.