એક્સપોર્ટ રિફંડ મામલે હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જીએસટીમાં 9 ટકા વ્યાજ સાથે રિફંડ ચૂકવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક વેપારી દ્વારા હાઇકોર્ટમાં કરોડોનું રિફંડ પેન્ડિંગ હોવાની અરજી કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા મન સામાનનું જયારે એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ રિફંડના અંદર ટેબલ 6એ મુજબ એક્સપોર્ટ માલ સામાન ઉપર રિફંડ આપવામાં આવતું હોય છે. તેમજ જીએસટી ક્રેડિટ આપવામાં આવતી હોય છે. કરોડો રૂપિયાનું રિફંડ પેન્ડિંગ હોવાની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે ચુકાદો
આપતા જણાવ્યું હતું કે, નિયમ મુજબ પ્રથમ 90 ટકા રિફંડ 7 દિવસમાં ચૂકવી દેવાનું હોય છે. જયારે બાકીનું 10 ટકા રિફંડ 60 દિવસમાં ચૂકવવું પડતું હોય છે. આ 60 દિવસમાં સંપૂર્ણ રિફંડ ચૂકવી દેવામાં આવતું હોય છે. પરંતુ કરોડો રૂપિયાનું રિફંડ છેલ્લા કેટલાક સમયથી ચુકવણી ન કરવામાં આવ્યા હોવાના કારણે અરજદાર દ્વારા જાહેરહિતની અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે, નિયમ મુજબ 60 દિવસમાં રિફંડની ચુકવણી કરી દેવામાં આવી જોઈએ જો આ નિયમોમાં ભંગ કરવામાં આવશે તો રિફંડ ઉપર 9 ટકા લેખે વ્યાજ સહીત રિફંડની ચુકવણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.