એક ઈંચથી ઓછા વરસાદમાં કયાં એક ફૂટથી વધારે પાણી ભરાયુ?બે દિવસમાં રિપોર્ટ આપો,કમિશનર
અમદાવાદ – અમદાવાદ શહેરમાં પડેલા આ સીઝનના પાંચ ઈંચ વરસાદમાં અમદાવાદની કથળેલી પરિસ્થતિ જાયા બાદ મ્યુનિ.કમિશનરે અમદાવાદના કયા વોર્ડમાં એક ઈંચ વરસાદમાં એકફૂટથી પણ વધારે પાણી ભરાયા તેનો રિપોર્ટ બે દિવસમાં આપવા કડક આદેશ કર્યો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર,કમિશનર વિજય નહેરાએ અમદાવાદના તમામ વોર્ડમાં આસીસ્ટન્ટ સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને આદેશ કરતા કહ્યુ ,તમારા ઝોનમાં કયા વિસ્તારમાં માત્ર એક ઈંચ વરસાદમાં એકફૂટથી પણ વધુ પાણી ભરાયા હતા એ અંગે તારીખ,સમય અને પરિસ્થતિ મુજબનો વિગતવાર રિપોર્ટ બે દિવસમાં કમિશનર સમક્ષ મુકો.ઉપરાંત તેમણે આ રિપોર્ટ સબમીટ કરતા પહેલા આસીસ્ટન્ટ સીટી ઈજનેર ઉપરાંત ડેપ્યુટી સીટી ઈજનેર અને એડીશનલ સીટી ઈજનેરની સહીનો પણ ખાસ આગ્રહ રાખ્યો છે.