એક વર્ષમાં પશુઓ માટે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ પશુ-પંખીઓને મદદ કરાઇ

રાજ્યમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને ૧ વર્ષ પૂર્ણ
કુલ ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ : ૨૫,૫૬૪ કોલમાં
એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને મદદ કરાઇ છે.
પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ ૬-ઓક્ટોબરના-૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં તા.૩૧ ઓક્ટોબર-૨૦૧૮ સુધીમાં ૩૭ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ૨૫,૫૬૪ કોલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત તા.૧૬ ઓક્ટોબર-૨૦૧૮ના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઇનનું એક વર્ષ પૂર્ણ થયું.એક વર્ષ દરમિયાન તા.૩૧ ઓક્ટોબરની સ્થિતિએ આ ટીમ દ્વારા ૧૨,૧૨૩ કેસમાં જરૂરી મદદ પૂરી પાડવામાં આવી છે.

ઓક્ટોબર-૨૦૧૮માં વધુ ૨૫ નવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીના નિરીક્ષણ માટે યુનિસેફ ગુજરાતની ટીમે પણ પ્રત્યક્ષ મુલાકાત લઇને વધુ વિગતો મેળવી હતી તેમ GVKના મુખ્ય કારોબારી અધિકારીએ જણાવાયું હતું