રાજ્યના નાગરિકો-વાહનચાલકો હવે ડ્રાઇવીંગ લાયસન્સની મુદત પૂર્ણ થયાના 365 દિવસ પહેલાં સરળતાથી રીન્યુઅલ પ્રોસેસ કરી શકે છે. વાહન વ્યવહાર કમિશનરે નક્કીકર્યું છે .
વાહનચાલકો ડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂર્ણ થયાના પાંચ વર્ષ સુધીમાં આ રીતે પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાની સગવડ પુરી પાડવામાં આવી રહી છે. 50 વર્ષ કે તેનાથી વધુ ઉંમર ધરાવતા અરજદારોને ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે તબીબી પ્રમાણપત્ર નિયત ફોર્મમાં ભરીને અપલોડ કરવાનું રહેશે. સમયમર્યાદાની અંદર ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં આવે તે માટે રૂા.400ની ફી ઠરાવવામાં આવી છે. મુદત વીતી જાય પછી એટલે કે, ડ્રાઇવીંગ લાયસન્સની સમયમર્યાદા પુર્ણ થયાના એક માસ પછી ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાની અરજી કરવામાં આવે તો પ્રતિ વર્ષ મોડું ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવાના રૂા.100ની વધારાની ફી ભરપાઇ કરવાની રહે છે.