નિયત માત્રા કરતાં વધું અવાજ કરતાં અને પૂર ઝડપે જતાં વાહનો અટકાવીને તેના માલિકો પાસેથી જપ્ત કરેલા છે. લોકોને પજવવા માટે તેઓ સાયલંસરથી વધું અવાજ કરતાં હતા.
ચાલકોની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં ઘણાં પાસે લાઈસન્સ કે માન્ય વાહન નોંધણી નંબર પણ ન હતા. PSI એમ.બી. વિરજાની આગેવાની હેઠળની વિજિલન્સ ટીમે આ કામ કર્યું છે.
મેગાસિટી અમદાવાદના માર્ગો ઉપર વાહનોનો ઘોંઘાટ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વધુ ડેસિબલનું ધ્વનિ પ્રદૂષણ વાહનો ફેલાવી રહ્યાં છે. ડેસિબલ માપવાનું મશીન નથી ત્યાં ઘોંઘાટ કરતા વાહનચાલકોને કઈ રીતે પકડશે.
‘ટૂ વ્હિલરમાં 80 ડેસિબલ હોવા જોઈએ જેને બદલે 129 ડેસિબલ એટલે કે હોન્કિંગની વધુ માત્રા (10 હજાર ગણી ) અગાઉ પોલીસે પકડી છે. 100ડેસિબલ અવાજ 90 ડેસિબલ કરતાં 10 ગણો વધારે હોય છે. 120 ડેસિબલથી વધારે આવેલા ઘોંઘાટને ‘અકાઉસ્ટીક ટ્રોમા’ કહેવાય છે. કાનના પડદામાં નુકસાન પહોંચે છે.
પાસિંગ માટે આવે ત્યારે ચેક થાય છે, પણ ઘણી વાર પછીથી લોકો હોર્ન બદલાવતા હોય છે. કંપનીઓ કેટલા ડેસિબલના હોર્ન વેચે છે તપાસનો વિષય છે. તેમ છતાં તમે કહો છો એવું હોય તો પગલાં લઈ મેમો આપી શકીએ. > ડી.એસ. યાદવ, એઆરટીઓ
ટ્રાફિક પોલીસ ડ્રાઇવ કરે છે. ડેસિબલમાપવાનું મશીન પોલીસ પાસે હોતું નથી. મ્યુઝીકલ હોર્ન વગાડતા વાહનચાલકો પકડવા ડ્રાઇવ રાખે છે. આરટીઓ આવાં વાહનો રજિસ્ટર શું કામ કરે છે?
ઊંચા અને વિચિત્ર હોર્ન – હોન્કિંગની સમસ્યા જીવલેણ સમસ્યા છે. આના કારણે માનસિક બીમારી વધી શકે છે. વિચીત્ર હોર્ન ફીટ કરાવે છે. જેના કારણે રસ્તામાં બીજા વાહન ચાલકો ચોંકી જાય છે અને અકસ્માત સર્જાવાની શકયતા રહે છે. ધ્વની પ્રદુષણ પણ વધે છે. આ બાબતે એમવીએકટ ૧૯૦ (૨) હેઠળ ગુનો બને છે.