ભોરીંગડા ગામે સાર્વજનિક ભોરીંગડા કેળવણી મંડળ ગ્રામ ટ્રસ્ટની જમીનમાં રપ-રપ વર્ષના દેશી 700 થી 1000 બાવળનો ખાતમો બોલાવી દેવામાં આવેલો છે. ગામના સરપંચે બાવળો કાપવાની લેખિત મંજૂરી આપી દીધી છે. સરપંચને આવી કોઈ પ્રકારની સતા નથી છતાં પણઆવા લોકો ઉપર કોઈપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી કરવાના બદલે તાલુકાના અધિકારીઓ જિલ્લાના લાગતા વળગતા અધિકારીઓની મીલી ભગતમાં માત્રને માત્ર રપ000નો દંડ કરી આ પ લાખના અંદાજે કિંમતના લાકડાનો જથ્થો સગેવગે કરવાનું ઘોર કૃત્ય કરવામાં આવેલ હોય જેના તાત્કાલિક તપાસના આદેશ કરવામાં આવે. આ લાકડાનો જથ્થો અંદાજે પ લાખની કિંમત જેટલો હોય તાત્કાલિક જપ્તીના હુકમો કરવામાં આવે. તમામ અધિકારીઓ ઉપર તમામ ગુનેગારોને તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરી જેલમાં ધકેલવામાં આવે. નાછુટકે અમારે ગુજરાત હાઈકોર્ટ ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટનો આશરો લેવો ન પડે. જો ત્રણ દિવસમાં આનો નિકાલ નહીં આવે તો જનચેતના પાર્ટી અમરેલીના કાર્યકરો દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ અંતમાં જણાવેલ છે.