એટ્રોસિટીની 27 ફરિયાદો કરી, પત્રએ કહ્યું પિતા પૈસા પડાવવા આવું કરે છે

ધાર ગામની એક મહિલા અને તેના પિતા ઘ્‍વારા અવારનવાર ખોટી પોલીસ ફરિયાદો કરીને ધાર ગામના પાંચ જેટલા પરિવારને હિજરત કરીને અન્‍ય જગ્‍યાએ વસવાટ કરી રહૃાા છે. પણ આખા ગામમાં ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરનાર વિઘ્‍નસંતોષીઓ સામે આજે અમરેલીની કલેકટર કચેરી સામે ધરણા પર બેસીને ન્‍યાય માટે મજબુર બન્‍યા છે. ન્યાય માટેની માંગ કરતા સુત્રોચ્‍ચાર સાથે ખોટી પોલીસ ફરિયાદની આપવીતી કલેકટરને જણાવીને ન્‍યાયની માંગ કરી હતી. કાયદાનો ગેરઉપયોગ કરીને ખોટી પોલીસ ફરિયાદ કરવાના કારણે લોકોએ ગામમાંથી હીજરત કરવી પડી રહી છે.

પાંચ વર્ષથી શામજી રામાણી અનેદયા રામાણી ઘ્‍વારા છેડતી, બળાત્‍કારની ખોટી ફરિયાદો કરીને આખા ગામમાં ત્રાસ ફેલાવ્‍યો છે. તો લીલીયાના હાથીગઢમાં 27 પોલીસ ફરિયાદો કરી છે. પીડીત પરિવારો સરકાર સામે ઈચ્‍છા મૃત્‍યુની માંગ કરી રહૃાા છે.  મઢડા ગામમાં એક શખ્‍સ ઘ્‍વારા એટ્રોસીટી એકટની પોલીસ ફરિયાદો કરીને ગામના સરપંચ સહિતના પાંચ પરિવારજનો ત્રાસ આપે છે.

એટ્રોસીટીની ફરિયાદો કરીને ગામને બાનમાં રાખનાર શખ્‍સ સામે ફરિયાદીના પુત્રએ પણ કલેકટરને જણાવ્‍યું હતું કે, મારા પિતા ખોટી પોલીસ ફરિયાદ દાખલ કરીને સમાજ કલ્‍યાણમાંથી પૈસા પડાવવાના કારસા કરે છે. ખોટી પોલીસ ફરિયાદ કરીને કાયદાનો દુરઉપયોગ પૈસા પડાવતાં શખ્‍સો સામે કલેકટર હવે પોલીસ પાસે તપાસ કરાવશે.