એનરોઈડ પ્લેસ્ટોર પર જુગારની થોકબંધ એપ્લીકેશન, ગુજરાત પોલીસ મૌન

સટ્ટાનો જુગાર રમાડતી અનેક એપ્લિકેશનો ગુગલ પ્લેસ્ટોરમાં ઉપલબ્ધ છે. જે ડાઉન લોડ કરીને જુગાર રમનારા લોકો વધી ગયા છે. ગુજરાતના યુવાનો હવે ઓલ લાઈન જુગાર રમતા થયા છે. જેમાં પૈસાનો વ્યવહાર પણ ઓલ લાઈન જ ચાલે છે. ગુજરાત પોલીસ આ અંગે કંઈ કરવા તૈયાર નથી.

બુકીઓ પોતાની એપ્લિકેશન બનાવી તેનો સટ્ટો રમવા માટે ઉપયોગ કરતા હોય છે બુકીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભરમાં સટ્ટો રમાડતા હોય છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા તેમજ ક્રિકેટ સટ્ટામાં બેટિંગ લગાવવા માટે મીનીમમ 20,000 રૂપિયા ભરવા પડતા હોય છે.

20 હજારથી લઈને 20 કરોડ સુધીનો સટ્ટો રમવા માટે ક્રેડિટ કરવામાં આવતી હોય છે. એપ્લિકેશનમાં બોલે બોલે મેચનો ભાવ બદલાતો હોય છે આ એપ્લિકેશનમાં મેચના સેશન નો ભાવ મેચ નો ભાવ તેમજ ટીમનો ભાવ બતાવવામાં આવતો હોય છે. સટોડિયાઓને એપ્લિકેશનમાં સેશન પ્રમાણે સટ્ટો રમવા માટે હા કે ના જેને સટ્ટોડિયાઓની ભાષામાં સેશન ખાવ એટલે કે ના પાડવી અને લગાવ એટલે કે હા પાડવાની હોય છે.

વિશ્વ ક્રિકેટ કપમાં કુલ 7 સેશન ખોલવામાં આવ્યા હતા. પ્રથમ ઇંનિંગ શરુ થતા જ 10 ઓવરનું પહેલું સેશન, 20 ઓવરનું બીજું સેશન, 30 ઓવરનું ત્રીજું સેશન, 35 ઓવરનું ચોથું સેશન, 40 ઓવરે પાંચમું સેશન અને ત્યાર બાદ લંબી એટલે કે, 50 ઓવર સુધીનું સેશન ખોલવામાં આવ્યું હતું. બીજી ઇંનિંગમાં એક પહેલું 10 ઓવરનું સેશન ખોલવામાં આવ્યું હતું. બંને ઇનિંગ્સમાં તમામ સેશન પૂર્ણ થયા પછી માત્ર ટીમની હાર જીત ઉપર જે તે ટીમના પૈસાના ભાવે સટ્ટો રમાતો હોય છે. પ્રથમ બેટિંગ કરવા વાળી ટીમમાં કુલ 6 સેશન ખોલવામાં આવ્યા હતા. અને બીજા દાવમાં ફક્ત એક 10 ઓવરનું  સેશન ખોલવામાં આવ્યું હતું. આમ કુલ 7 સેશન પ્રમાણે બુકીઓએ વિશ્વ ક્રિકેટ કપની ફાઇનલ મેચમાં સટ્ટો રમાડવામાં આવ્યો હતો.