હાઇકોર્ટે JNU હિંસાની વીડિયોના કારણે એપલ, વૉટ્સએપ અને ગુગલને નોટિસ આપી ને વીડિયોને સુરક્ષિત રાખવા કહ્યું છે. કોર્ટમાં અરજી JNUના પ્રોફેસર અમીત પરમેશ્વર, અતુલ સુદ અને વિનાયક શુક્લા દ્વારા દાખલ કરવામાં આવી હતી. હિંસાના સમયે વૉટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વીડિયો, ફોટાઓ વયરલ થયા હતા. જેમાંથી ઘણાં પ્રદાર્શનકારીઓની ઓળખ થઇ શકે છે. સંબંધિત વીડિયો ફુટેજ યુનિવર્સિટીને આપવા કહ્યું છે.
JNUમાં 3 પ્રોફેસરોએ હિંસાની જાહેર હીતની અરજીઓ દાખલ કરી હતી. (પોલીસ) તરફથી યુનિવર્સિટી પ્રશાસનને પત્ર લખવામાં આવ્યો છે અને CCTV ફુટેજની માંગણી કરવામાં આવી છે. કેટલાક વૉટ્સેપ ગ્રુપના નામ પણ આપવામાં આવ્યા છે. જેમ કે, યુનિટી અગેન્સ્ટ લેફ્ટ, ફ્રેન્ડસ ઓફ RSSના મેસેજ, વીડિયો અને ફોટો પણ સામેલ છે.
5 જાન્યુઆરીએ કેટલાક બુકાનીધારીઓએ હુમલો કર્યો તેમાં 30થી વધારે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસને આ હિંસાને લઇને એક ડઝનથી વધારે અરજીઓ મળી હતી. પોલીસે આ અરજીઓ પર એક્શન લેતા 9 વિદ્યાર્થીઓના CCTV ફુટેજ જાહેર કર્યા છે.